ટ્રેન્ડિંગનેશનલ

ભૂકંપથી આંદામાનની ધરતી ધ્રૂજી ઊઠી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા મપાઈ

Text To Speech

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2024: કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. અત્યાર સુધી આંદામાનમાં આવેલા ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે જાનમાલના નુકસાનની માહિતી સામે આવી નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ

NCS એ X પર પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે, 10 જાન્યુઆરીએ સવારે 7.53 વાગ્યે આંદામાન ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ હતું. આંદામાન ટાપુઓમાં 572 ટાપુઓ છે, જેમાંથી 38 ટાપુઓ પર લોકો રહે છે. આ પહેલા નવેમ્બર મહિનામાં પણ આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 19 નવેમ્બરે આંદામાન અને નિકોબારમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન પણ કોઇપણ પ્રકારના નુકસાન થયું ન હતું.

જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો

હાલમાં જ જાપાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મંગળવારે મધ્ય જાપાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રના કિનારે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપથી દેશના અનેક પ્રાંતો હચમચી ગયા હતા. ભૂકંપને કારણે વ્યાપક વિનાશ સર્જાયો હતો અને મૃત્યુઆંક 200ને વટાવી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે 100 હજુ પણ ગુમ છે.

આ પણ વાંચો: જાપાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ઉઠ્યું, હોન્શુના પશ્ચિમ કાંઠે 6.0ની તીવ્રતા નોંધાઈ

Back to top button