ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષવીડિયો સ્ટોરી

લક્ષદ્વીપનું એ એરપોર્ટ, જ્યાં પ્લેન લેન્ડ કરતી વખતે પાયલોટના હાથ ધ્રૂજી જાય છે!

Text To Speech

લક્ષદ્વીપ, 10 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ પ્રવાસન સ્થળ દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયું છે. અત્યાર સુધી આ ટાપુઓને માત્ર ભારતના નકશા પર જ તળિયે દેખાતા જોયા છે, પરંતુ હાલમાં તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે. લક્ષદ્વીપમાં એવું કોઈ મોટું એરપોર્ટ નથી જ્યાંથી વિમાન સતત આવી અને જઈ શકે.

સમગ્ર દેશ અત્યારે લક્ષદ્વીપની સુંદરતાથી મંત્રમુગ્ધ છે. આ દરમિયાન અગાતી ટાપુ પર સ્થિત એરપોર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે સ્વર્ગ જેવો લાગે છે પરંતુ એટલો જોખમી છે કે તેને જોઈને લોકોના શ્વાસ રોકાઈ ગયા છે. આ સામાન્ય એરપોર્ટ જેવું નથી, ખૂબ જ સુંદર અગાતી એરસ્ટ્રીપ પર વિમાનનું લેન્ડિંગ કરવું એ પોતાનામાં એક પડકાર છે.

અહીં પ્લેન લેન્ડ કરવાનો પડકાર

લક્ષદ્વીપનું એકમાત્ર એરપોર્ટ અગાતી ટાપુ પર આવેલું છે, જેને અગાતી એરપોર્ટ કહેવામાં આવે છે. આ 1204 મીટર લાંબુ અને માત્ર 30 મીટર પહોળું એરપોર્ટ ચારે બાજુથી દરિયાના પાણીથી ઘેરાયેલું છે. એરપોર્ટ એટલી ખતરનાક જગ્યા પર આવેલું છે કે પ્લેન લેન્ડ કરતી વખતે કે ટેકઓફ કરતી વખતે પાયલટોના હાથ-પગ પણ ધ્રુજી ઉઠે છે. સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ ટ્રેન્ડ થતા આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્લેન આ એરપોર્ટ પર લેન્ડ થતું જોવા મળી રહ્યું છે. વીડિયો માં જોઈ શકાય છે કે આ એરપોર્ટનું આકાશ સ્વર્ગ જેવું લાગે છે અને અહીં ઉતરતા પ્લેન પણ સ્વર્ગમાંજતાં હોય તેવું લાગે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @RaushanRRajput નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 8 જાન્યુઆરીએ શેર કરવામાં આવેલો આ વીડિયોને અત્યાર સુધીમાં 18.5 મિલિયન એટલે કે 1.8 કરોડ લોકોએ જોયો છે, જ્યારે 1 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કમેન્ટ કરતાં લોકોએ કહ્યું કે તે સ્વર્ગ જેવું જ છે. એક યુઝરે કહ્યું કે હવે અમારે અહીં જવું પડશે. ઘણા યુઝર્સે તેને વર્લ્ડ ક્લાસ એરપોર્ટમાં કન્વર્ટ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો : લક્ષદ્વીપ ભારતનો ભાગ કેવી રીતે બન્યો, ત્યાં જવા માટે પરમિટ શા માટે જરૂરી છે?

Back to top button