ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અંગે મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા કટાક્ષ

  • હું ક્યારેય હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદભાવ નહીં કરવા દઉં: મમતા બેનર્જી

કોલકાતા, 09 જાન્યુઆરી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ઉલ્લેખ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બેનર્જીએ કહ્યું કે, “ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે.”

બંગાળના જયનગરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ કહ્યું, “મને રામ મંદિર વિશે પૂછવામાં આવ્યું હતું, હું એવા તહેવારમાં વિશ્વાસ રાખું છું, જે બધાને સાથે લઈને ચાલે. તમારે જે કરવું હોયએ કરો, તમે ચૂંટણી પહેલાં નાટકો કરી રહ્યા છો. મને કોઈ વાંધો નથી, પરંતુ અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી.”

  • તેમણે વધુમાં કહ્યું, “હું ભગવાન અને અલ્લાહની કસમ ખાઉં છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં થવા દઉં.” હું લોકોને ધર્મના આધારે વહેંચવામાં નથી માનતી.

 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મમતા બેનર્જી હાજરી આપશે?

  • 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈએ તાજેતરમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બેનર્જી સમારોહમાં હાજરી આપશે નહીં.

TMCએ શું કહ્યું?

પીટીઆઈ સાથે વાત કરતા, ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, “મમતા બેનર્જી અથવા ટીએમસીના અન્ય કોઈ પ્રતિનિધિના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો કોઈ પ્રશ્ન નથી. અમે રાજકારણને ધર્મ સાથે ભેળવવામાં માનતા નથી.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

અખિલેશ યાદવે પણ ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે “ભાજપનો ઉત્તર પ્રદેશમાં સફાયો થઈ જશે”

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. ભાજપની વિકસિત ભારતની વાત પર અખિલેશ યાદવ ગુસ્સે થયા હતા અને કહ્યું કે શું ખેડૂતોની આવક વધાર્યા વિના ભારત વિકસિત થશે? દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ સુધરશે જ્યારે ખેડૂતો અને ગરીબો ખુશ થશે. આ ઉપરાંકત તેમણે યુવાનોના બેરોજગારીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે યુવાનો પણ મોટા પાયે બેરોજગાર બન્યા છે, તેમને પણ રોજગારી મળવી જોઈએ. ત્યાર બાદ તેમણે આશા વ્યક્ત કરી કે આવનાર સમયમાં ઉત્તર પ્રદેશનું પરિણામ એવું આવશે કે ઉત્તર પ્રદેશમાંથી ભાજપનો સફાયો થઈ જશે.

 

પીએમ રહેશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UP CM યોગી આદિત્યનાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત લગભગ દરેક ક્ષેત્રના દિગ્ગજ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રામ મંદિર ઉદ્ઘાટન આમંત્રણ યાદીઃ ફિલ્મ અને ટીવી જગતના આ મોટા સ્ટાર્સ હાજરી આપશે

Back to top button