ટ્રેન્ડિંગમનોરંજન

જાણીતા શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રશિદ ખાનનું નિધનઃ સંગીત પ્રેમીઓ શોકમાં

Text To Speech
  • સંગીતની દુનિયાના સરતાજ, જાણીતા ગાયક રશિદ ખાનનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. જાણીતા શાસ્ત્રીય ગાયક રશિદ ખાન ડિસેમ્બર મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને તાજેતરમાં જ તેમની તબિયત વધુ લથડી હતી

કોલકત્તા, 9 જાન્યુઆરીઃ બૉલીવુડમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. સંગીતની દુનિયાના સરતાજ, જાણીતા ગાયક રશિદ ખાનનું લાંબી બીમારી બાદ નિધન થયુ છે. જાણીતા શાસ્ત્રીય ગાયક રશિદ ખાન ડિસેમ્બર મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને તાજેતરમાં જ તેમની તબિયત વધુ લથડી હતી. રશિદ ખાન છેલ્લા કેટલાક સમયથી પ્રોસ્ટેટ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતાં. આજે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. રશિદ ખાનને હોસ્પિટલમાં સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી ન શકાયો. આ ગાયકે ઈન્ડસ્ટ્રીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. જેમાંથી એક છે ‘જબ વી મેટ’નું ‘આઓગે જબ તુમ ઓ સજના…’

રશિદ ખાન કેન્સર સામે જંગ હાર્યા

55 વર્ષીય ઉસ્તાદ રશિદ ખાનને 22 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ પ્રૉસ્ટેટ કેન્સરથી પીડાતા હતા. આ કારણે તેમની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી અને પછી તેઓ કોલકાતા લવાયા હતા. કોલકત્તામાં એસએસકેએમ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જોકે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો જેને જોઈને ડોક્ટરો પણ ખુશ હતા, પરંતુ બાદમાં તેમની તબિયત વધુ લથડી હતી અને આજે તેમને દુનિયાને અલવિદા કહી દીધુ છે.

10 જાન્યુઆરીએ અંતિમ સંસ્કાર

ઉસ્તાદ રશિદ ખાનના પાર્થિવ દેહને કોલકત્તાની પિયરલેસ હોસ્પિટલમાં સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને કોલકત્તાની પીસ હેવન હોસ્પિટલમાં રખાશે. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે 10 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. ઉસ્તાદ રશિદ ખાનને વર્ષ 2022માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમના નિધન પર પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સંવેદનાઓ વ્યક્ત કરી છે. મમતા બેનર્જીનું કહેવું ઉસ્તાદ રશિદ ખાનને અંતિમ સંસ્કાર પર બંદુકોની સલામી આપીને વિદાય અપાશે. ઉસ્તાદના ચાહકો તેમના દર્શનાર્થે રવિન્દ્ર સદનમાં જઈ શકશે.

આ પણ વાંચોઃ હરિહરનનું ભજન શૅર કરતા PMએ કહ્યું, ‘રામ ભક્તિમાં લીન થઈ જવાશે’

Back to top button