ટ્રેન્ડિંગધર્મ

કમુરતા ક્યારે પૂરા થશે? જાણો માંગલિક કાર્યોના મુહૂર્ત

Text To Speech
  • કમુરતા 15 જાન્યુઆરી 2024ના દિવસે મકરસંક્રાંતિના રોજ સમાપ્ત થશે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કમુરતા સમયગાળો પુરો થાય છે.

કમુરતા 16 ડિસેમ્બર 2023 થી શરૂ થયા હતા. શાસ્ત્રોમાં કમુરતાનો સમયગાળો એક મહિનો ગણાયો છે. જ્યારે સૂર્ય મીન અથવા ધનુ રાશિમાં ગોચર કરે છે, ત્યારે આ રાશિ પરિવર્તનને કારણે કમુર્તા શરૂ થઈ જાય છે.

હાલમાં કમુરતાના લીધે, લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ, જનોઈ સંસ્કાર વગેરે જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે. લોકો શુભ કાર્યો શરૂ કરવા માટે કમુરતાના અંતની રાહ જુએ છે. ચાલો જાણીએ કે 2024માં ક્યારે કમુર્તા સમાપ્ત થઈ રહ્યા છે અને કયા દિવસથી શુભ કાર્યો શરૂ થશે.

કમુરતા 2024 ક્યારે સમાપ્ત થશે?

કમુરતા 15 જાન્યુઆરી 2024ના દિવસે મકરસંક્રાંતિના રોજ સમાપ્ત થશે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કમુરતા સમયગાળો પુરો થાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે. મકરસંક્રાંતિથી સૂર્યપ્રકાશ વધુ તેજસ્વી થવા લાગે છે. આ દિવસથી દેવી-દેવતાઓના દિવસો શરૂ થાય છે.

કમુર્તા ક્યારે પૂરા થશે? જાણો માંગલિક કાર્યોના મુહૂર્ત hum dekhenge news
આ શુભ કાર્યો કમુરતા પછી શરૂ થશે

15મી જાન્યુઆરીએ કમુરતાનો અશુભ સમય સમાપ્ત થયા બાદ તમામ શુભ કાર્યોની શરૂઆત થશે. મકરસંક્રાંતિથી લઈને દેવશયની એકાદશી સુધી, તમે ગૃહ પ્રવેશ, નવા વાહન કે જમીનની ખરીદી, લગ્ન, જનોઈ, નવા બિઝનેસની શરૂઆત કરી શકો છો.

જાન્યુઆરી 2024ના લગ્નના શુભ મુહૂર્ત

લગ્ન મુહૂર્ત જાન્યુઆરી 2024 – 16,17, 20, 21, 22, 27, 28, 30,31 જાન્યુઆરી

કમુરતામાં શુભ કાર્યો કેમ નથી થતા?

કમુરતા દરમિયાન, સૂર્ય ભગવાન ગુરુની રાશિ ધનુ અથવા મીન રાશિમાં હોય છે. આવી સ્થિતિમાં ગુરુ અને સૂર્ય બંનેનો શુભ પ્રભાવ ઓછો થાય છે. સૂર્યની ગતિ ધીમી પડી જાય છે અને ગુરુનું તેજ નબળું પડે છે. શુભ કાર્યમાં સફળતા માટે આ બંને ગ્રહોની શુભતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ કારણે જ કમુરતામાં શુભ કાર્ય થતું નથી.

આ પણ વાંચોઃ મકરસંક્રાંતિનું શું છે મહત્ત્વઃ તેની સાથે જોડાયેલી તમામ વાતો જાણો

Back to top button