ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના ભીલડીમાં પોષ દસમીની ભવ્ય ઊજવણી, મોટી સંખ્યામાં ભક્તો થયા સામેલ

Text To Speech
  • રંગબેરંગી ફૂલોથી ભવ્ય આંગીની રચના
  • 1000 જેટલા આરાધકો અઠ્ઠમ તપની આરાધનામાં જોડાયા

પાલનપુર  9 જાન્યુઆરી 2024:  ડીસાના ભીલડી ખાતે પોષ દસમીની ભવ્ય ઊજવણી કરાઇ હતી. જેમાં 1000 જેટલા આરાધકો અઠ્ઠમ તપની આરાધનામાં જોડાયા હતા તેમજ રંગબેરંગી ફૂલોથી ભવ્ય આંગીની રચના કરાઈ હતી. ડીસા તાલુકાના ભીલડી ખાતે પ્રાચીન તીર્થ ત્રંબાવટી નગરીના રાજા દેવાધીદેવ પરમ તારક પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મ કલ્યાણકની ઉજવણી ધામધુમપૂર્વક કરવામાં આવી હતી.

પ.પૂ.આ.ભ.શ્રી ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મ.સા. તેમજ પ.પૂ. આ.ભ.શ્રી મુનીચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ આ.ભ.શ્રી રાજપુણ્યસૂરીશ્વરજી મ.સા.તેમજ આ.ભ. શ્રી ભાગ્યશવિજયજી મ.સા. આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભવ્ય પોષ દસમી મહોત્સવ ઉજવાયો હતો.

આ મહોત્સવમાં અંદાજિત 1000 જેટલા આરાધકો અઠ્ઠમ તપની તપસ્યા રૂપી આરાધનામાં જોડાયા હતા. સમગ્ર મહોત્સવનો લાભ ગરાબડી નિવાસી મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે લીધો હતો.

સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશ રાણાવતે ભક્તિ ભાવના તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ભવ્ય રમઝટ મચાવી હતી. મહોત્સવ દરમિયાનના દરેક દિવસોમા પરમાત્માને હીરા રત્ન જડીત તેમજ રિયલ ફૂલોની ભવ્યાતિભવ્ય આંગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  NEET PG 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે આ તારીખે પરીક્ષા લેવાશે

Back to top button