કોંગ્રેસ નેતાએ રામભક્તોને અક્ષત વહેંચવા સોસાયટીમાં આવતાં રોક્યા, કહ્યું- આગળ જાવ
- જયપુરમાં કોંગ્રેસના એક નેતાએ અક્ષત વહેંચવા આવેલા રામભક્તો સાથે ગેરવર્તન કર્યું, અક્ષત વહેંચવા આવેલા ભક્તોને જગદીશ ચૌધરીએ સોસાયટીમાં જતા રોક્યા
જયપુર, 09 જાન્યુઆરી: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણ્યા દિવસો બાકી રહ્યા છે, આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, જેની ઉજવણીની સમગ્ર દેશમાં તૈયારી ચાલી રહી છે. અયોધ્યાથી મોકલવામાં આવેલા અક્ષત ચોખા દેશના ખૂણે ખૂણે વહેંચવામાં આવી રહ્યા છે. રામભક્તો પણ ઘરે-ઘરે જઈને અયોધ્યાથી આવેલા અક્ષત ચોખા વહેંચી ભગવાન શ્રી રામના સ્વાગતની તૈયારીઓ કરવાની અપીલ કરી રહ્યા છે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જયપુરના સ્થાનિક મંદિરોમાં ઉત્સવ ઉજવવા લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે પરંતુ નેતાઓ રાજકારણમાં વ્યસ્ત છે.
કોંગ્રેસના નેતાએ રામભક્તો સાથે ગેરવર્તન કર્યું
જયપુરમાં કોંગ્રેસના એક નેતાએ અક્ષત વહેંચવા આવેલા રામ ભક્તો સાથે ગેરવર્તન કર્યું. આ ઘટના જયપુર શહેરના કૃષ્ણ કુંજ વિલાસ વેલ્ફેર સોસાયટીમાં બની હતી. અક્ષત ચોખાનું વિતરણ કરવા રામભક્તો ત્યાં પહોંચ્યા ત્યારે સોસાયટીના પ્રમુખ કોંગ્રેસ અગ્રણી જગદીશ ચૌધરીએ ચોખાનું વિતરણ કરવા આવેલા રામભક્તોને સોસાયટીમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને તેમને અક્ષત ન વહેંચવા દીધા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અક્ષત ચોખાનું વિતરણ કરવા માટે રામભક્તોનું એક જૂથ કૃષ્ણ કુંજ પહોંચ્યું હતું. આ રામ ભક્તો રામધૂન કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ચૌધરી અને ઉપાધ્યક્ષ રાજીવ કુમારે તેમને ત્યાંથી આગળ વધવા કહ્યું હતું.
#NewsUpdate : जयपुर में रामभक्तों पर भड़के कांग्रेस नेता जगदीश चौधरी
◆ जयपुर में कालवाड़ रोड स्थित एक सोसाइटी की घटना
◆ राम मंदिर के लिए पीले चावल बाँटने से भड़के कांग्रेसी नेता #JaipurUnsafeForRamBhakts #जयपुर_में_रामभक्त_असुरक्षित #JaipurSightseeing #Jaipur #RamMandir… pic.twitter.com/m2mA3BKuSM— Golden Hind News (@GoldenHindNews) January 9, 2024
જો કે સોસાયટીના અન્ય ઘણા રહેવાસીઓ ઈચ્છતા હતા કે તેમની સોસાયટીમાં અક્ષત ચોખાનું વિતરણ થાય, પરંતુ જગદીશ ચૌધરી સોસાયટીના પ્રમુખ અને કોંગ્રેસના નેતા હોવાના કારણે અહીં કોઈનું કંઈ ચાલ્યું નહીં.
શું કહ્યું રામ ભક્તોએ?
રામ ભક્તોએ કહ્યું કે જ્યારે અમે જયપુરમાં ઘણા વિસ્તારોમાં ગયા ત્યારે અમને દરેક જગ્યાએ સન્માન મળ્યું, દરેક લોકો સ્વાગત કરી રહ્યા હતા, પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર આવવાથી અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને કારણે કોંગ્રેસના નેતાઓ રામભક્તો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા આયોજકોએ 1 જાન્યુઆરીથી પૂજા અક્ષત (ચોખા, હળદર અને ઘીનું મિશ્રણ)નું વિતરણ શરૂ કરી દીધું હતું, જે 15 જાન્યુઆરી સુધી ચાલશે.
આ પણ વાંચો: USમાં ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઊઠ્યું હ્યુસ્ટન, નીકળી વિશાળ કાર રેલી