રેલવેઃ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
- 11 જાન્યુઆરીએ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ પર દોડશે
અમદાવાદ, 9 જાન્યુઆરીઃ પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત-મહુવા (09111) અને બનારસ-વેરાવળ (12946) ટ્રેનોને 11.01.2024ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઈને દોડશે. બંને ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-
બપોર સુધીના તમામ અગત્યના સમાચાર જૂઓ HD Newsની યુટ્યૂબ ચૅનલ ઉપરઃ
10.01.2024 ના રોજ સુરતથી મહુવા જતી ટ્રેન નંબર 09111 સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બાવળા-ધોળકા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી, આ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીં, જેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામ, બાવળા, ધોળકા અને ધંધુકા સ્ટેશન પર ઊભી રહેશે નહીં.
10.01.2024 ના રોજ બનારસથી વેરાવળ સુધી દોડતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછી, આ ટ્રેન સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદ રૂટ પર દોડશે નહીં, જેના કારણે આ ટ્રેન સરખેજ, બાવળા અને ધંધુકા સ્ટેશન પર ઊભી રહેશે નહીં.
રેલવે પ્રશાસન રેલવે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલવે પેસેન્જર ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કોઈ અસુવિધા ન થાય.
આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાએ રામભક્તોને અક્ષત વહેંચવા સોસાયટીમાં આવતાં રોક્યા, કહ્યું- આગળ જાવ