બાઈડેનની સુરક્ષામાં મોટી ભૂલ, કાર લઈને વ્હાઇટ હાઉસમાં ઘૂસ્યો એક શખ્સ
અમેરિકા, 09 જાન્યુઆરી 2024: અમેરિકાના વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ભૂલ સામે આવી છે. 8 જાન્યુઆરીના દિવસે એક ડ્રાઇવર તેની કાર સાથે રાષ્ટ્રપતિ બાઈડેનના ઘરના બહારના દરવાજામાંથી પ્રવેશ્યો. સિક્રેટ સર્વિસે પુષ્ટિ કરી કે ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી અને વધુ તપાસ માટે ડ્રાઈવરની અટકાયત કરી હતી.
યુએસ સિક્રેટ સર્વિસના ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલીએલ્મીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, “સાંજે 6 વાગ્યાના થોડા સમય પહેલા એક વાહન વ્હાઇટ હાઉસ સંકુલના બહારના દરવાજા સાથે અથડાયું હતું. અમે અથડામણના કારણ અને રીતની તપાસ કરી રહ્યા છીએ.”
જો કે આ ઘટનાથી રાષ્ટ્રપતિ જો બાઈડેનને કોઈ ખતરો નથી.આ સમયે તેઓ વ્હાઇટ હાઉસમાં હાજર ન હતા. જોકે, આ ઘટનાને કારણે વ્હાઇટ હાઉસની નજીકના વ્યસ્ત આંતરછેદ 15મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ પર ટ્રાફિક બંધ થઈ ગયો હતો.