અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતલાઈફસ્ટાઈલવર્લ્ડ

બસ હવે નહાવાનું બંધ! એક વ્યક્તિએ જ્યારે દરરોજ ન નહાવાના કહ્યા ફાયદા

  • ઠંડીની ઋતુમાં ન નહાવાના ફાયદોઓ બતાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • લોકો ન નહાવા માટે અજીબો-ગરીબ કારણો બતાવે છે ત્યારે વધુ એક વ્યક્તિએ વીડિયો શેર કરીને દાવો કર્યો

નવી દિલ્હી, 9 જાન્યુઆરી : અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે. ઠંડીના વાતાવરણમાં તમે ઘણા લોકોને એમ કહેતા સાંભળી શકો છો કે ‘આ ઠંડીમાં ક્યાં નહાવું? તેનાથી તમારી તબિયત બગડી જશે.’ લોકો ન નહાવા માટે ભલે અજીબો-ગરીબ કારણો બતાવી દે, પરંતુ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, દરરોજ ના નહાવાના ફાયદા છે. વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે, આ બાબત એક રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ લોકોને રોજ ના નહાવાના ફાયદા જણાવી રહ્યો છે. વ્યક્તિએ દાવો કર્યો છે કે, એક સંશોધનમાં આ હકીકત જાણવા મળી છે. આ વાયરલ વીડિયોમાં વ્યક્તિએ ક્યા ફાયદાનો ઉલ્લેખ કર્યો છે ? જાણો તેના વિશે.

વાયરલ વીડિયોમાં વ્યક્તિએ શું કહ્યું?

 

 

View this post on Instagram

 

A post shared by mindset magic (@knowledge_bank_01)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વ્યક્તિ કહે છે કે, “જો તમે દરરોજ નહાતા નથી, તો તેના પણ ફાયદા છે. એક રિપોર્ટમાં પણ આ વાત જણાવવામાં આવી છે. તંદુરસ્ત ત્વચા માટે, તેલના સ્તર અને સારા બેક્ટેરિયા વચ્ચે સંતુલન જરૂરી છે. દરરોજ સ્નાન કરવાથી આ જરૂરી બેક્ટેરિયા ઝડપથી દૂર થઈ જાય છે. દરરોજ સ્નાન કરવાથી ત્વચા શુષ્ક બને છે. આનાથી ત્વચાના ચેપ અથવા એલર્જીક પ્રતિક્રિયાનું જોખમ વધે છે. એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, રોગપ્રતિકારક તંત્રને સામાન્ય બેક્ટેરિયા અને સુક્ષ્મસજીવોની ચોક્કસ માત્રાની જરૂર હોય છે. જેઓ દરરોજ સ્નાન કરતા નથી તેમનામાં આ અકબંધ રહે છે.” આ વ્યક્તિએ વીડિયોમાં આગળ કહ્યું હતું કે, “રિસર્ચ અનુસાર, દરરોજ ન નહાવાથી કેટલીક આડ અસરથી બચી શકાય છે. તેથી, જરૂરિયાત મુજબ અથવા એક દિવસના અંતરાલ બાદ સ્નાન કરો.”

વાયરલ વિડીયો અને ન નહાવા વિશે લોકોએ શું કહ્યું?

આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર knowledge_bank_01 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો પર અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “તમે કહ્યું એ ખૂબ જ સારી વાત છે.” અન્ય યુઝરે લખ્યું કે, “આ તે જ છે જે હું શોધી રહ્યો હતો.” તો બીજા એક યુઝરે લખ્યું કે, “હવે હું ઉનાળાના આગમન પછી જ સ્નાન કરીશ.” વધુ એક યુઝરે લખ્યું કે, “ગઈકાલથી નહાવાનું બંધ.” ઉલ્લેખનીય છે કે, વ્યક્તિએ વીડિયોમાં રિસર્ચનું નામ નથી આપ્યું, તેથી તેના દાવાની પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ જુઓ :મંદિરોમાં ઘંટારવનું મહત્ત્વઃ તેના ફાયદા શું છે, તેની પાછળ શું છે કારણ ?

Back to top button