ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં PM મોદી કરશે રોડ-શો, UAEના રાષ્ટ્રપતિ પણ સાથે હશે

Text To Speech
  • PM નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતે
  • અમદાવાદ એરપોર્ટ 5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ આવશે
  • આજે PM મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદમાં PM મોદી રોડ-શો કરશે. તથા UAEના રાષ્ટ્રપતિ પણ સાથે હશે. જેમાં એરપોર્ટ પોલીસ છાવણીમાં ફરેવાયું છે. તેમજ આજે FIVE GLOBAL CEO સાથે PM મોદીની બેઠક છે. તેમજ મોઝામ્બિકના PM સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે. અમદાવાદ એરપોર્ટ 5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ આવશે.

PM નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતે

PM નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. જેમાં આજે PM મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. તેમાં PM મોદી 9.20 કલાકે મહાત્મા મંદિર પહોંચશે. તથા ટીમોરલેસ્તેના PM સાથે PM મોદીની બેઠક છે. FIVE GLOBAL CEO સાથે PM મોદીની બેઠકનું આયોજન થયુ છે. મોઝામ્બિકના PM સાથે પણ વન ટુ વન બેઠક યોજાશે. તથા 1.15 વાગ્યા સુધી PM મોદી મહાત્મા મંદિરે જ રોકાશે. અને 1.15 બાદ રાજભવન માટે રવાના થશે. તથા 3 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોની શરુઆત કરાવશે. જેમાં એક કલાક જેટલો સમય ટ્રેડ શોમાં PM વિતાવશે.

9 વાગ્યે PM મોદી રાજભવન પરત આવશે

PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે મહાત્મા મંદિર પહોંચશે. 5.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ PM મોદી પહોંચશે. UAEના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે. અમદાવાદ એરપોર્ટ 5.30 વાગ્યે UAEના રાષ્ટ્રપતિ આવશે. બંને દેશના વડા એરપોર્ટથી ગાંધીનગર માટે રવાના થશે. બંને નેતાઓ એરપોર્ટથી રોડ શો પણ કરશે. હોટલ લીલામાં UAEના રાષ્ટ્રપતિ સાથે બેઠકનું આયોજન છે. તથા બેઠકમાં કેટલાક મહત્વના MOU થાય તેવી શક્યતા છે. બંને દેશોના વડા સાથે રાત્રિ ભોજન પણ લેશે. 9 વાગ્યે PM મોદી રાજભવન પરત આવશે.

Back to top button