ગુજરાતચૂંટણી 2022

દર્શના જરદોષ તથા મુકેશ પટેલની હાજરીમાં મોટી સંખ્યામાં આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

Text To Speech

આમ આદમી પાર્ટીના ઓલપાડ તાલુકાના પ્રમુખ, મંત્રી અને મહામંત્રી સહિતના હોદ્દેદારોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસના દેલાડ ગામના તાલુકા પંચાયતના કોંગ્રેસી ઉમેદવાર કિન્નરી ઠાકોર પણ 150 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત સામાજિક સંગઠનોના આગેવાનો પણ પોતાના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, કૃષિ-ઊર્જામંત્રી મુકેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈની ઉપસ્થિતિમાં સાયણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપ-કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો.

Mukesh Patel 01 BJP Olpad

વિધાનસભા 2022 ની ચૂંટણીના પડઘમ વચ્ચે ઓલપાડ તાલુકામાં આમ આદમી પાર્ટીના તંબુંમાં મોટું ગાબડું પડયું છે. ઓલપાડ તાલુકાના આપ પ્રમુખ કિશોરભાઈ બોરડ, મંત્રી પ્રવિણભાઈ મહાજન, મહામંત્રી સુનિલભાઈ બારડ સહિતના હોદ્દેદારો રવિવારે સાયણ ખાતે યોજાયેલી કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા.

Mukesh Patel 03 BJP Olpad

ઓલપાડ તાલુકા પ્રમુખ સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાતાં રાજકીય માહોલ ગરમાયો હતો. આપની સાથે કોંગ્રેસના કિન્નરી ઠાકોર પણ 150 કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસના ઓલપાડના આગેવાનોના પગ તળેથી જમીન ખસકી ગઇ હતી. મુસ્લિમ સમાજ, સાયણના અગ્રણીઓ સહિત 100 મુસ્લિમ બિરાદરના આગેવાનો પણ જોડાયા છે.

Back to top button