- ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી
અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય
RSS અને VHP સંસ્થાના કાર્યાલય ટાર્ગેટ પર હતા
રાજ્યમાં એક તરફ IS નું કાવતરું સામે આવ્યું છે. જેમાં દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેલા ઈસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાઝ આલમે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આતંકી શાહનવાઝે જણાવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. જેમાં આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો.
આ દરમિયાન પૂછપરછ દરમિયાન આતંકવાદીએ જણાવ્યું કે, તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો. આઈએસ જાણે છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે, તેથી તે મુખ્ય વિસ્તાર છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો.
આ પણ વાંચો : બુલેટ ટ્રેનઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ
આ સાથે જ ગુજરાતમાં વિવિધ સ્થાનો પર આતંક મચાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આતંકવાદીએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ગુજરાતના ઘણા શહેરો ISISના નિશાના પર છે. આ સાથે જ તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો.
તેમજ આતંકવાદીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય, વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) કાર્યાલય, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, સેશન્સ કોર્ટ, ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ આ સ્થળોની ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી કરી હતી જેથી તેઓ તેમના નાપાક હેતુને પાર પાડી શકે. આ કામ માટે તેણે ત્યાં ભાડે બાઇક લીધું હતું, જેના દ્વારા તેણે આખા શહેરમાં રેકી કરી હતી અને મહત્વની જગ્યાઓ શોધી કાઢી હતી જેને નિશાન બનાવવાની હતી