ચૂંટણીએ ચૂંટણીએ કુંવારા રાજસ્થાનના તીતર સિંહ, 30 ચૂંટણી લડી ચૂક્યા છે
જયપુર, 08 જાન્યુઆરી: રાજસ્થાનની એકમાત્ર બાકી રહેલી કરણપુર વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં એક એવા ઉમેદવાર પણ હતા જેમને ચૂંટણી લડવાનું એક પ્રકારનું ઝનૂન છે. તેઓ ચૂંટણી લડે છે, હારે છે, પાછા ચૂંટણી લડે છે, પાછા હારે છે. એ છે 78 વર્ષીય તીતર સિંહ. તેઓ અત્યાર સુધી 30 ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 70ના દાયકાથી દેશની મોટાભાગની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડ્યા છે. જો કે, રાજસ્થાનની કરણપુર બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. ખાસ વાત એ છે કે, રાજ્યની અન્ય 199 બેઠકો સાથે અહીં ચૂંટણી યોજાઈ ન હતી. કારણ કે તત્કાલીન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત સિંહ કુન્નરનું અવસાન થયું હતું. આ પછી કોંગ્રેસે અહીંથી તેમના પુત્ર રૂપિન્દર સિંહ કુન્નરને ઉમેદવાર બનાવ્યા અને તેમણે ભાજપના ઉમેદવાર અને મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને મોટા અંતરથી હરાવ્યા.
તીતર સિંહને 1 હજારથી વધુ મત મળ્યા
કરણપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડનારા તીતર સિંહને આ વખતે 1223 વોટ મળ્યા છે અને તેઓ ચોથા ક્રમે રહ્યા છે. ચૂંટણી પંચે આ માહિતી આપી છે. દલિત સમુદાયના તીતર સિંહ છેલ્લા કેટલાક દાયકાઓમાં સરપંચથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધીની દરેક ચૂંટણી લડીને ચર્ચામાં આવ્યા છે. તેઓ અત્યાર સુધી ત્રીસથી વધુ ચૂંટણી લડ્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમને 653 વોટ મળ્યા હતા. જ્યારે 2008ની વિધાનસભા ચૂંટણીમાં 938 મત, 2013ની વિધાનસભા ચૂંટણીમાં 427 મત મળ્યા હતા.
70ના દાયકાથી તિતાર સિંહ ચૂંટણી લડી રહ્યા છે
રાજસ્થાનના કરણપુર વિધાનસભા ક્ષેત્રના એક નાનકડા ગામ ’25 એફ’માં રહેતા તીતર સિંહને 70ના દાયકામાં જ્યારે તેઓ યુવાન હતા ત્યારે ચૂંટણી લડવાનો જુસ્સો ચઢ્યો હતો. તીતર સિંહનું કહેવું છે કે અત્યાર સુધીમાં તેઓ લોકસભાની દસ, વિધાનસભાની દસ, જિલ્લા પરિષદના પ્રમુખપદ માટે ચાર, સરપંચપદ માટે ચાર અને વોર્ડ સભ્ય માટે ચાર ચૂંટણી લડ્યા છે. નોમિનેશન પેપર સાથે દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ તેમની ઉંમર હાલ 78 વર્ષ છે.
ચૂંટણી લડતાં-લડતાં તીતરસિંહની ઉંમર 80 નજીક પહોંચી છે. પરંતુ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ પોતાના પત્ની સાથે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા ગચા. નોંધનીય છે કે, રાજ્યની 200 વિધાનસભા સીટોમાંથી 199 સીટો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું. તેનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થયું હતું. જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી.
આ પણ વાંચો: રાજસ્થાનમાં કરણપુર બેઠકની પેટા-ચૂંટણીમાં ભાજપની હાર, કોંગ્રેસના રૂપિન્દરસિંહ જીત્યા