ટ્રેન્ડિંગધર્મ

રસોડામાં કદી ન રાખો આ વસ્તુઓ, પડી શકે છે પૈસાની તકલીફ

Text To Speech
  • રસોડાની નેગેટિવ એનર્જી તમારા ભોજન અને આરોગ્યને પ્રભાવિત કરી શકે છે. રસોડામાં કેટલીક વસ્તુઓ નેગેટિવ ઉર્જાનું કારણ બને છે.

રસોડાની ઉર્જા સકારાત્મક હોય તે જરૂરી છે. ઘણી વખત આપણે જાણતા અજાણતા એવી વસ્તુઓ રસોડામાં રાખી દઈએ છીએ, જેના કારણે નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે. રસોડાની નેગેટિવ એનર્જી તમારા ભોજનને પ્રભાવિત કરી શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી ખુદને અને પરિવારને સ્વસ્થ રાખવા અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે રસોડામાં રાખેલી આ વસ્તુઓને બહાર કાઢી દો. રસોડામાં કદી એવી વસ્તુઓ ન રાખો જેની નેગેટિવ ઈફેક્ટ પડે.

રસોડામાં કદી ન રાખો આ વસ્તુઓ, પડી શકે છે પૈસાની તકલીફ hum dekhenge news

રસોડામાં કદી ન રાખવી જોઈએ આ વસ્તુઓ

  • ક્યારેય રસોડામાં વધુ સમય સુધી બાંધેલો લોટ ન રાખવો જોઈએ. ફ્રિઝ કે કીચનમાં આખી રાત બાંધેલો લોટ રાખવાથી રાહુ અને શનિનો ખરાબ પ્રભાવ સહન કરવો પડે છે. સાથે સાથે નેગેટિવ ઉર્જા પણ વધે છે.
  • કેટલાક લોકો પોતાના રસોડાને સજાવવા માટે કાચનો ઉપયોગ કરે છે. રસોડામાં કાચ લગાવવો તે નેગેટિવ ઉર્જાનું કારણ બને છે. રસોડામાં કાચ લગાવવાથી ઘરની સુખ-શાંતિ છીનવાઈ જાય છે.
  • રસોડાની ગંદકી પણ નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. ક્યારેય રાતે રસોડામાં એંઠા વાસણ પણ ન રાખવા જોઈએ. રસોડામાં રાખેલા એંઠા વાસણથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે.
  • કેટલાક લોકોને કીચનમાં દવાઓ રાખવાની ટેવ હોય છે. ઘરના રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સભ્યો ખાસ કરીને ઘરના મેઇન વ્યક્તિના આરોગ્ય પર ખરાબ અસર પડે છે. તેથી રસોડામાં દવા ન રાખો.
  • ઘરના રસોડામાં તુટેલા- ફુટેલા વાસણ ન રાખો. તુટેલા વાસણના ઉપયોગથી ભાગ્ય પર તાળું લાગી શકે છે. બનેલા કામ બગડી શકે છે.

આ પણ વાંચોઃ આંખોને ગમી જાય અને દિલમાં વસી જાય તેવી લક્ષદ્વીપની 8 બેસ્ટ જગ્યાઓ

Back to top button