

રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.જેને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને પગલે તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
NDRFની ટીમે દ્વારા કરાયું રેશ્ક્યું
જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમે દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 જેટલા લોકો ફસાયા છે. જેને પગલે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. હેલિકોપ્ટરની મદદથી આશરે પાંચ લોકોનું રેશ્ક્યું કરવામાં આવ્યું છે. સાથે જ ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે. આ ઉપરાંત શહેરના બરૂડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતા તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે.
ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા
ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે. આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અને વ્હેલી વહેલી સવારથી મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદના લીધે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે