ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અદાણી જૂથમાં ઉમેરાયો વધુ એક “સિમેન્ટ”

Text To Speech
  • અદાણી ગ્રુપની માલિકીની ACC લિમિટેડે ACCPLમાં વધુ 55 ટકા હિસ્સો ખરીદ્યો, અગાઉ 45 ટકા હિસ્સો ધરાવતી હતી કંપની
  • અદાણીએ એશિયન કોંક્રીટ્સ અને સિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના બાકીના 55% હિસ્સા માટે 425.96 કરોડ રુપિયા ખર્ચ્યા

મુંબઈ, 08 જાન્યુઆરી: સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળ્યા બાદ ગૌતમ અદાણી એક્શન મોડમાં છે. અદાણી ગ્રૂપની માલિકીની ACC લિમિટેડે સોમવારે એશિયન કોંક્રીટ્સ અને સિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડનો બાકીનો 55% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. આ હિસ્સાની કિંમત 425.96 કરોડ રૂપિયા છે. ACC આ કંપનીમાં પહેલેથી જ 45 ટકા હિસ્સો ધકાવતી હોવાથી ACCPL હવે અદાણી ગ્રુપના નામે થઈ ગઈ.

સિમેન્ટ કંપનીના પ્લાન્ટ ક્યાં?

એશિયન કોન્ક્રીટ અને સિમેન્ટ્સ હિમાચલ પ્રદેશના નાલાગઢમાં 13 લાખ ટનનો વાર્ષિક ક્ષમતાનો પ્લાન્ટ ધરાવે છે. તેની પેટાકંપની એશિયન ફાઈન સિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (AFCPL) પંજાબના રાજપુરામાં વાર્ષિક 15 લાખ ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ધરાવે છે. અદાણી ગ્રુપે ગયા વર્ષે ACCનું અધિગ્રહણ પૂર્ણ કર્યું હતું. ગૌતમ અદાણીનો પુત્ર કરણ અદાણી આ બિઝનેસની દેખરેખ રાખે છે.

બોર્ડે મંજૂરી આપી હતી

સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં ACCએ જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે 8 જાન્યુઆરીએ મળેલી બેઠકમાં ACCPLની ખરીદીને મંજૂરી આપી હતી. ACC લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય કપૂરે જણાવ્યું હતું કે, ‘આ એક્વિઝિશન સાથે અમે અમારા વિતાસના માર્ગને આગળ વધારી રહ્યા છીએ. અમારા પોર્ટફોલિયોને સમૃદ્ધ બનાવી રહ્યા છીએ અને અમારા તમામ હિતધારકો માટે મૂલ્ય નિર્માણની દિશામાં અમારી યાત્રાને વેગ આપી રહ્યા છીએ.

સ્ટોક ટ્રેડિંગ ફ્લેટ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સોમવારે ACC લિમિટેડનો શેર 0.89 ટકા અથવા રૂ. 21.10ના ઘટાડાની સાથે રૂ. 2356.25 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 2486.35 રૂપિયા છે. હાલમાં BSE પર કંપનીનું માર્કેટકેપ રૂ. 44,247.37 કરોડ હતું.

 આ પણ વાંચો: જેટ એરવેઝના સ્થાપક જજની સામે રડવા લાગ્યા, કહ્યું- હું જેલમાં મરી જાઉં તો સારું..’

Back to top button