ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024ના વિજેતાઓ જાહેર, પાંચ એવોર્ડ સાથે ઓપનહેમરે મારી બાજી
- 81મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ USના બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો
- ઘણા સ્ટાર્સે તેમના મજબૂત પ્રદર્શન માટે પુરસ્કારો પોતાના નામે કર્યા
Golden Globe Awards 2024 Winners : વર્ષ 2024 શરૂ થયું છે તેમ-તેમ પ્રથમ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ફંક્શનની પણ શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. જેમાં આજે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 સત્તાવાર રીતે શરૂ થયો છે. આ સાથે ઘણા સ્ટાર્સને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા જો કોય દ્વારા હોસ્ટ કરવામાં આવેલા 81મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ USના બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો હતો. આ એવોર્ડ શો લાયન્સગેટ ઇન્ડિયા પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. ઘણા સ્ટાર્સે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024માં તેમના મજબૂત પ્રદર્શન માટે પુરસ્કારો જીત્યા હતા.આ એવોર્ડ સમારોહમાં ઓપનહેમર ફિલ્મે આઠ નોમિનેશનમાંથી પાંચમાં જીત મેળવીને બાજી મારી હતી.
Congratulations on your 🏆 WIN 🏆 for Best Director – Motion Picture, Christopher Nolan!
Watch the #GoldenGlobes LIVE on @CBS and @paramountplus NOW! pic.twitter.com/JH9i5iRpXd
— Golden Globe Awards (@goldenglobes) January 8, 2024
You’re a #GoldenGlobes winner! Congrats on winning Best Male Actor – Motion Picture – Drama for your role in Oppenheimer, Cillian Murphy! 🥳 pic.twitter.com/Uk9elJsRO1
— Golden Globe Awards (@goldenglobes) January 8, 2024
👏 We can’t clap loud enough! Congratulations Emma Stone on your WIN for Best Female Actor – Motion Picture – Musical/Comedy! 👏 #GoldenGlobes pic.twitter.com/swrlOLz462
— Golden Globe Awards (@goldenglobes) January 8, 2024
Congrats 💥 to Robert Downey Jr.! 📸 Greg Williams Photography #GoldenGlobes pic.twitter.com/D3afn9e67n
— Golden Globe Awards (@goldenglobes) January 8, 2024
Second nomination, second win! Congrats, @billieeilish and @finneas! 💖🎀 #GoldenGlobes pic.twitter.com/UObE0Zt13b
— Golden Globe Awards (@goldenglobes) January 8, 2024
‘ઓપનહેમર’ પાંચ જીત મેળવી, જાણો કોણ-કોણ બન્યું વિજેતા ?
- શ્રેષ્ઠ ફિલ્મ – ઓપનહેમર
- શ્રેષ્ઠ ડ્રામા સિરીઝ – સક્સેશન
- સિનેમેટિક અને બોક્સ ઓફિસ અચીવમેન્ટ એવોર્ડ – બાર્બી
- શ્રેષ્ઠ દિગ્દર્શક – ક્રિસ્ટોફર નોલન, ઓપનહેમર
- શ્રેષ્ઠ અભિનેતા – સિલિઅન મર્ફી, ઓપનહેમર
- શ્રેષ્ઠ અભિનેત્રી, મ્યૂઝિકલ\કોમેડી – એમ્મા સ્ટોન, પૂઅર થિંગ્સ
- શ્રેષ્ઠ અભિનેત્રી, ડ્રામા – લિલી ગ્લેડસ્ટોન, કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
- શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેતા –રોબર્ટ ડાઉની જુનિયર, ઓપનહેમર
- શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી – એલિઝાબેથ ડેબીકી – ધ ક્રાઉન
- શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી, મોશન પિક્ચર – ડા’વાઇન જોય રૈન્ડોલ્ફ, ધ હોલ્ડવર્સ
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા, ટેલિવિઝન – મેથ્યુ મેકફેડિયન, સક્સેશન
- શ્રેષ્ઠ પ્રદર્શન, સ્ટેન્ડ-અપ કોમેડી – રિકી ગેર્વાઈસ આર્માગેડન
- શ્રેષ્ઠ ફિલ્મ, અંગ્રેજી સિવાય અન્ય ભાષા – એનાટોમી ઓફ ધ ફોલ
- ટીવી સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી, મ્યુઝિકલ\કૉમેડી – આયો અદેબીર – ધ બેર
- શ્રેષ્ઠ ઓરિજનલ સ્કોર,મોશન પિક્ચર – લુડવિગ ગોરાન્સન, ઓપનહેમર
- ટેલિવિઝનમાં શ્રેષ્ઠ લિમિટેડ સિરીઝ, કાવ્યસંગ્રહ શ્રેણી અથવા મોશન પિક્ચર – બીફ
- શ્રેષ્ઠ ટેલિવિઝન સિરીઝ, મ્યુઝિકલ\કોમેડી – ધ બેર
- નાટકમાં શ્રેષ્ઠ અભિનેત્રી, ટેલિવિઝન સિરીઝ – સારાહ સ્નૂક, સક્સેશન
- ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા, ડ્રામા – કિરાન કલ્કિન – સક્સેશન
- શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ- ધ બોય એન્ડ ધ હેરોન
- શ્રેષ્ઠ ફિલ્મ, મ્યૂઝિકલ\કોમેડી : પૂઅર થિંગ્સ
- શ્રેષ્ઠ અભિનેતા, મ્યૂઝિકલ\કોમેડી : પોલ ગિયામટ્ટી, ધ હોલ્ડવર્સ
- શ્રેષ્ઠ ઓરિજિનલ ગીત : બિલી આઇલિશ અને ફિનિયસ, વ્હોટ વોઝ આઈ મેડ ફોર ? (બાર્બી)
- શ્રેષ્ઠ અભિનેતા, ટેલિવિઝન સીરિઝ : જેરેમી એલન વ્હાઇટ, બેર
- શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે : જસ્ટિન ટ્રીટ અને આર્થર હરારી, એનાટોમી ઓફ અ ફોલ
- શ્રેષ્ઠ અભિનેતા, લિમિટેડ સીરિઝ કાવ્યસંગ્રહ શ્રેણી\ટીવી ફિલ્મ : સ્ટીવન યુન, બીફ
- શ્રેષ્ઠ અભિનેત્રી, લિમિટેડ સીરિઝ કાવ્યસંગ્રહ શ્રેણી\ટીવી ફિલ્મ : અલી વોંગ, બીફ
ઓપનહેમરે 5 એવોર્ડ મેળવી એવોર્ડ્સ પર પ્રભુત્વ જમાવ્યું
ક્રિસ્ટોફર નોલનની ‘ઓપનહેમર’ એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024માં પ્રભુત્વ જમાવ્યું હતું. આ ફિલ્મને વિવિધ કેટેગરીમાં 8 નોમિનેશન મળ્યા હતા. જ્યારે ‘ ઓપનહેમરે’ આ 8 નોમિનેશનમાંથી 5માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા હતા. ‘ઓપનહેમર’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.
આ પણ જુઓ :અન્નપૂર્ણી ફિલ્મ સામે નોંધાઈ ફરિયાદ, હિન્દુવાદી નેતા રમેશ સોલંકીએ કર્યો કેસ