ગુજરાતટોપ ન્યૂઝ

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે કરી મહત્વની આગાહી, સુરતમાં બિનજરૂરી બહાર ન નીકળવા ક્લેકટરની અપીલ

Text To Speech

છેલ્લા બે દિવસમાં રાજ્યમાં વરસાદની ઋતુ બરાબર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

જ્યારે બીજી તરફ અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે સંકટ હજુ ટળ્યું નથી. કારણ કે આજે પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ ?

11 તારીખ : હવામાન વિભાગે 11-07-2022માં રોજ નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરતાં લોકોને કામ વગર બહાર નહીં નીકળવા સૂચના અપાઈ છે.

12 તારીખ : નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ અને અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જુનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

13 તારીખ :  સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Rain Red Alert Surat

14 તારીખ :  સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ AMC નો પ્લાન વરસાદમાં ધોવાઈ ગયો !!!, તસ્વીરોમાં જુઓ શહેરની સ્થિતિ

Back to top button