ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવર્લ્ડશ્રી રામ મંદિર

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને ન્યૂયોર્કના મેયરે હિન્દુઓ માટે આનંદનો ઉત્સવ ગણાવ્યો

  • અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ હિન્દુઓ માટે ઉજવણી કરવાનું કારણ : મેયર  
  • ન્યુયોર્કના ગીતા મંદિર ખાતે માતા કી ચૌકીમાં ધાર્મિક ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
  • મેયર તેમના સાથી એવા આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ સાથે જોડાયા

ન્યુયોર્ક, 8 જાન્યુઆરી : માત્ર ભારતમાં જ નહીં પરંતુ ન્યૂયોર્ક શહેરમાં રહેતા દક્ષિણ એશિયાઈ અને ઈન્ડો-કેરેબિયન સમુદાયોના હિન્દુઓ માટે પણ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવા માટેનું એક કારણ રહેલું છે તેમ ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે શનિવારે શહેરના ગીતા મંદિર ખાતે માતા કી ચૌકીમાં ધાર્મિક ઉજવણી દરમિયાન કહ્યું હતું. આ કાર્યક્રમમાં ન્યુયોર્કના મેયર એરિક એડમ્સ તેમના એક ટોચના સાથી એવા આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ સાથે જોડાયા હતા.

 

જ્યારે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન વિશે અને ન્યૂ યોર્ક સિટીના હિંદુઓ માટે તેનો અર્થ શું છે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે એડમ્સે કહ્યું કે, અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટનએ “અત્યંત મહત્વપૂર્ણ” છે. મેયર એડમ્સે હિન્દુ સમુદાયના સભ્યોને જણાવ્યું હતું કે, “અહીં શહેરમાં અમારી પાસે સૌથી મોટી ભારતીય વસ્તી છે અને રામ મંદિરનું ઉદ્ઘાટનએ તેમને આધ્યાત્મિક ઉજવણી કરવાનું મહત્વપૂર્ણ કારણ છે.”

 

અગાઉ ન્યુયોર્કના મેયર દ્વારા દિવાળી પર રજા જાહેર કરવામાં આવી હતી

દિવાળી પર ન્યૂયોર્ક સિટીના 110મા મેયર એડમ્સે ન્યૂયોર્ક સિટીની પબ્લિક સ્કૂલમાં ફેસ્ટિવલ ઑફ લાઇટ્સને રજા તરીકે જાહેરાત કરી હતી. રાજ્યના ધારાશાસ્ત્રીઓએ 2021માં સૌપ્રથમ રજૂ કરાયેલ અને 2022માં ફરી રજૂ કરાયેલા બિલને મંજૂરી આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ત્યાંના સમર્થકો, જેમાં પણ ખાસ કરીને ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઓફ ન્યૂયોર્ક, બે દાયકાથી વધુ સમયથી પબ્લિક સ્કૂલ કેલેન્ડર પર તારીખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

દિવાળીને સત્તાવાર માન્યતા આપવા માટે દબાણ ત્યારે આવે છે જ્યારે દક્ષિણ એશિયનોએ ન્યૂયોર્ક અને રાષ્ટ્રીય સ્તરે પોતાની સંખ્યા અને દબદબો વધાર્યો છે. સેન્સસ બ્યુરો મુજબ, એશિયન ભારતીય તરીકે વર્ગીકૃત કરાયેલ ન્યૂયોર્ક સિટીના રહેવાસીઓની વસ્તી છેલ્લા ત્રણ દાયકામાં બમણીથી વધુ થઈ છે, જે 1990માં 94,000 હતી જે 2021ના અમેરિકન કોમ્યુનિટી સર્વેમાં લગભગ 213,000 થઈ ગઈ છે.

એડમ્સે 2021માં ન્યુયોર્ક સિટીના મેયર તરીકેની રેસ જીતી હતી  

એડમ્સે 2021માં જાહેર સલામતી વધારવા અને કામદાર વર્ગના રહેવાસીઓને અવાજ આપવાના વચનો પર ન્યુયોર્ક સિટીની મેયરની રેસ જીતી, પોલીસ કપ્તાન તરીકેના તેમના અનુભવ અને એક અશ્વેત માણસ અને યુવા તરીકે પોલીસની નિર્દયતાનો અનુભવ કર્યો હતો.

એડમ્સે સ્વામી સત્યાનંદને કહ્યું કે, “જ્યારે અમે મેયર બનવા માટે દોડી રહ્યા હતા, ત્યારે તમે મને આશીર્વાદ આપ્યા હતા અને મને કહ્યું હતું કે હું ન્યુયોર્ક સિટીનો મેયર બનીશ અને આજે આપણે સાત વર્ષ પછી મળ્યા છીએ.” એડમ્સે ભગવાન રામ-દેવી સીતા અને તેમના ઉપદેશોના મહત્વનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો કારણ કે તેણે દક્ષિણ એશિયન સમુદાયનો આભાર માન્યો હતો.

આ પણ જુઓ :ગીતાબેન રબારીના રામ ભજન “શ્રી રામ ઘર આયે”ની PM મોદીએ કરી પ્રશંસા

Back to top button