ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈના ગેસ્ટ હાઉસમાં ATSના દરોડા, ગેરકાયદેસર હથિયારો સાથે 6ની ધરપકડ

Text To Speech
  • ATSએ મુંબઈના એક ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને છ લોકોની ધરપકડ કરી
  • ATSને તેમની પાસેથી ત્રણ બંદૂકો, 29 ગોળી (કારતૂસ), ચાકુ અને અન્ય વસ્તુઓ મળી

મુંબઈ, 07 જાન્યુઆરી: મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલી ELLORA ગેસ્ટ હાઉસ પર ATSએ દરોડા પાડ્યા છે. હોટલ પર કાર્યવાહી દરમિયાન ATSએ છ લોકોની ધરપકડ કરી છે. ATSએ તેમની પાસેથી ત્રણ બંદૂકો અને 29 ગોળી (કારતૂસ) જપ્ત કરી છે. આ તમામ લોકો દિલ્હીના રહેવાસી છે. તેમનો હેતુ શું હતો, એટીએસ તેની તપાસ કરી રહી છે. તલાશી દરમિયાન કુલ ત્રણ હથિયારો (એક સિંગલ બેરલ બંદૂક, એક વિદેશી બનાવટની પિસ્તોલ અને એક દેશી બનાવટની પિસ્તોલ) સાથે 29 ગોળી (કારતૂસ), બે છરી, એક નાયલોન દોરડું અને મરચાનો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત DLA 08 CAQ 8867 રજીસ્ટ્રેશનવાળી સ્કોર્પિયો કાર પણ મળી આવી હતી.

 

પૂછપરછ દરમિયાન આરોપીએ શું કહ્યું?

એટીએસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ છ આરોપીઓ છેલ્લા બે દિવસથી બોરીવલી વિસ્તારમાં આવેલા ઈલોરા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને તેઓએ ગેસ્ટ હાઉસમાં બે રૂમ બુક કરાવ્યા હતા. એટીએસે રવિવારે સવારે આ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો. ATSની પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેઓ મુંબઈમાં જ્વેલર્સની દુકાન લૂંટવા માટે ભેગા થયા હતા અને તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

ધરપકડ કરાયેલા 6 આરોપીઓના નામ

  1. શહાદત હુસૈન ઉર્ફે કલ્લુ, ઉંમર 77 વર્ષ
  2. અસલમ અલી, ઉંમર 45 વર્ષ
  3. નદીમ મોહમ્મદ, ઉંમર 40
  4. રિઝવાન લતીફ, ઉંમર 59 વર્ષ
  5. આદિલ ખાન, ઉંમર 28 (સ્કોર્પિયો કારનો ડ્રાઈવર)
  6. નૌશાદ શેખ, ઉંમર 22 વર્ષ
  • એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં જ્વેલર્સની દુકાન લૂંટવા માટે ભેગા થયા હતા અને તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં TMC નેતા સત્યેન ચૌધરીની હત્યા, હુમલાખોરો ગોળી મારી ફરાર

Back to top button