ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારઃ અધિકારીઓએ ટાર્ગેટ પૂરો ન કરતાં રાજ્ય સરકારે અટકાવ્યો તેમનો પગાર

બિહાર, 07 જાન્યુઆરી : ટાર્ગેટ પૂરો ન થવા પર બિહાર સરકારે ઘણા જિલ્લા ખનિજ વિકાસ અધિકારીઓનો પગાર અટકાવી દીધો છે. આ મામલો સંબંધિત વિસ્તારોમાં કરોડોની આવકની વસૂલાતનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘણા જિલ્લા ખનિજ વિકાસ અધિકારીઓ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી તેમના સંબંધિત વિસ્તારોમાં મહેસૂલ વસૂલાતના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં નિષ્ફળ જતાં તે અધિકારીઓના પગાર અટકાવી દેવામાં આવ્યા છે. તેમજ આ અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.

અધિકારીઓ 42% ટાર્ગેટ પૂરો કર્યો

વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, વિભાગ 2023-24 માટે ખાણકામ ક્ષેત્રથી તેના 3,590.66 કરોડના આવકના લક્ષ્યાંકમાંથી માત્ર 42 ટકા જ હાંસલ કરી શક્યું છે, તેઓ ડિસેમ્બર 2023માં માત્ર 1,500 કરોડ રૂપિયા જમા કરાવી શક્યા. આથી વિભાગે ઘણા જિલ્લા ખનિજ વિકાસ અધિકારીઓના પગાર રોકી દીધા છે. બિહાર સરકારના ખાણ અને ભૂસ્તર વિભાગે જહાનાબાદ, ગયા, મુંગેર, જમુઈ અને ઔરંગાબાદના અધિકારીઓ પાસેથી તેમના સંબંધિત જિલ્લામાં ડિસેમ્બર 2023 સુધીમાં મહેસૂલ વસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ ન થતાં તેની નિષ્ફળતા અંગે ખુલાસો માંગ્યો છે.

ગેરકાયદેસર ખાણકામ અને સંગ્રહખોરી પર કાર્યવાહી

ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) પરમાર રવિ મનુભાઈએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં લક્ષ્યાંકનો માત્ર 42 ટકા મહેસૂલ વસૂલાત થઈ છે, જિલ્લાઓની આ અસંતોષકારક કામગીરી અંગે MDO ને તેના પ્રયાસો વધારવા અને માફિયાઓ દ્વારા થતું ગેરકાયદેસર ખનન (રેતી), પરિવહન અને સંગ્રહ પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.

પગાર રોકવાનો નિર્ણય

એસીએસ અને બિહારના ખાણ કમિશનરે જણાવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને મહેસૂલ વસૂલાતને વેગ આપવા અને ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કહેવામાં આવ્યું છે, તેમજ તેમનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. વિભાગ દ્વારા આ નિર્ણય ગયા મહિને મહેસૂલ વસૂલાતની જિલ્લાવાર સમીક્ષા દરમિયાન લેવામાં આવ્યો હતો.

આ જિલ્લાઓના અધિકારીઓની નબળી કામગીરી

ગયા, ઔરંગાબાદ, મુંગેર અને ભાગલપુર આ તમામ જિલ્લાઓએ ખરાબ પ્રદર્શન કર્યું છે. અધિકારીઓને કાનૂની કાર્યવાહી શરૂ કરવા અને રાજ્યમાં ગેરકાયદેસર ખાણકામમાં સામેલ લોકો પર ભારે દંડ લાદવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, વિભાગે અત્યાર સુધીમાં માત્ર દંડાત્મક કાર્યવાહીથી રૂ. 108.13 કરોડ એકત્ર કર્યા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મીને સોમવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે 

Back to top button