ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વારાણસીમાં વિદ્યાર્થીઓએ વિશાળ દીવો બનાવ્યો

Text To Speech

વારાણસી (ઉત્તર પ્રદેશ), 07 જાન્યુઆરી: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વારાણસીમાં એક કોલેજના વિદ્યાર્થીઓનું એક જૂથ એક વિશાળ દીવાને અંતિમ ઓપ આપી રહ્યું છે, જે તેઓએ રામ મંદિરના અભિષેક સમારોહ માટે બનાવે છે. શહેરની આર્ય મહિલા ઇન્ટર કોલેજના વિદ્યાર્થીઓએ 5 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો દીવો બનાવ્યો છે જે પૂર્ણ થયા બાદ અયોધ્યાના રામ લલા મંદિરમાં મોકલવામાં આવશે.

10 દિવસની અથાગ મહેનતથી દીવો તૈયાર કરાયો

કોલેજમાં અભ્યાસ કરતી શમા ખાનમે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ દીવો 10 દિવસની અથાગ મહેનતથી બનાવવામાં આવ્યો છે. આ દીવો પાંચ ફૂટ લાંબો અને 1.5 ફૂટ ઊંચો છે. તેમણે કહ્યું કે આ દીવો કાશીમાં ગંગાની માટીમાંથી બનાવવામાં આવ્યો છે. આ પવિત્ર કાર્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનારા શિક્ષિકા પૂજા દીક્ષિત કહે છે કે બાળકો રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપવા માંગતા હતા. આ માટે અમે એક વિશાળ દીવો બનાવવાનું વિચાર્યું હતું. આ દીવો દિવસ-રાત પ્રગટાવવા માટે 100 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવશે.

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જામ્યો

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુશ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે. ગુજરાત સહિત અમદાવાદ પણ મંદિરના નિર્માણમાં સહયોગી બન્યું છે. ધ્વજદંડ, વિશાળ નગારૂં, અજયબાણ સહિત પ્રસાદી પણ અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે. તેમજ ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં તૈયાર કરાયેલી ખાસ ઘડિયાળ અયોધ્યામાં શ્રી રામ મંદિર સહિત 4 જગ્યાએ અર્પણ કરવામાં આવશે. આમ, દેશભરના લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ભવ્ય રામ મંદિરના પ્રવેશદ્વારનો દિવ્ય નજારો કંઈક આવો હશે…

Back to top button