અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટીવાયબ્રન્ટ ગુજરાત સમિટ

VGGS 2024: વાયબ્રન્ટ રાજ્યમાં વાયબ્રન્ટ ડબલ ડેકર AC બસ સેવા શરૂ

Text To Speech
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ નવી ડબલ ડેકર એસી બસની મુસાફરી કરી
  • નવી 5 ડબલ ડેકર એસી બસમાંથી બે બસ વાઈબ્રન્ટ સમિટના પ્રિ ઈવેન્ટના ભાગરુપે ખુલ્લી મુકાઈ

ગાંધીનગર, 07 જાન્યુઆરી: ગાંધીનગર-અમદાવાદને ગુજરાત સરકાર દ્વાર વધુ એક ભેટ મળી છે. ટુંક સમયમાં SG હાઈવે પર ડબલ ડેકર એસી ઈ-બસ દોડતી જોવા મળશે. સીએ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ બસની મુસાફરી કરી હતી. વાઈબ્રન્ટ સમિટના પ્રિ ઈવેન્ટના ભાગરુપે 2 બસોને લીલી ઝંડી આપવામાં આવી છે.

 

  • ડબલ ડેકર AC ઇલેક્ટ્રીક બસનું વાઈબ્રન્ટ સમિટમાં વહન કરાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના ભાગરૂપે સંચાલન કરવામાં આવશે. ત્યાર બાદ સરખેજ, ગાંધીનગર, ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ થશે.
bus - HDNews
bus – photo by Information dept

ડબલ ડેકર AC બસની શું છે ખાસિયત?

  • યુએસબી ચાર્જ, વાઈફાઈ,
  • રિડીંગ લાઇટ અને કન્ફર્ટ સીટ,
  • ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે, ચાર્જ સમય દોઢ કલાક થી 3 કલાક લાગશે.
bus - HDNews
bus – photo by Information dept

આ નવી ડબલ ડેકર AC બસ એ વીજળીથી ચાલતી બસ છે, જેથી ડિઝલની બચત તેમજ પ્રદૂષણથી છુટકારો મળશે.

bus - HDNews
bus – photo by Information dept

સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે બે ડબલ ડેકર એસી ઈ-બસને લીલી ઝંડી આપવામાં આવી છે. આ બસોનો ઉપયોગ વાઈબ્રન્ટ સમિટમાં અવરજવર માટે કરવામા આવશે, ત્યાર બાદ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પ્રાથમિક સંચાલન શરૂ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી. તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલક એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ગીતાબેન રબારીના રામ ભજન “શ્રી રામ ઘર આયે”ની PM મોદીએ કરી પ્રશંસા

Back to top button