- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતથી માલદીવના રાજકારણીઓ છંછેડાયા હતા
- માલદીવની અગ્રણી હસ્તીઓ દ્વારા ભારતીયો પર આવી જાતિવાદી ટિપ્પણીઓ આશ્ચર્યજનક: અક્ષય કુમાર
નવી દિલ્હી, 7 જાન્યુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતના થોડા દિવસો બાદ માલદીવના એક મંત્રીના ટ્વીટના વિવાદ પર અક્ષય કુમારથી લઈને સચિન તેંડુલકર સુધી ભારતની અન્ય ઘણી હસ્તીઓ ભારતના સમર્થનમાં પોતપોતાની પ્રતિક્રિયા આપી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અક્ષય કુમાર, સચિન તેંડુલકર, સલમાન ખાન, શ્રધ્ધા કપૂર, જ્હોન અબ્રાહમ, કંગના રનૌત અને મધુર ભંડારકર દ્વારા માલદીવ વિવાદ પર પોત-પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે અને #ExploreIndianIslandsની તેમજ ‘અતિથિ દેવો ભવ’ના વિચાર અપનાવવાની અપીલ કરી છે. આમ સોશિયલ મીડિયાથી શરૂ થયેલો માલદીવ વિવાદ ઝડપથી રાજદ્વારી હરોળ સુધી પહોંચી ગયો છે.
દરમિયાન, માલદીવસ્થિત ભારતીય દૂતાવાસે પણ ત્યાંની સરકાર સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો. માલદીવ ખાતેના ભારતીય રાજદૂતે ત્યાંના સત્તાધારી પક્ષના કેટલાક મંત્રીઓ અને રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ભારતના વડાપ્રધાન માટે અપમાનજનક ગણાવી હતી અને એ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.
Actor Salman Khan tweets, “It is so cool to see our PM Narendrabhai Modi at the beautiful clean and stunning beaches of Lakshadweep, and the best part is that yeh hamare India mein hain.” pic.twitter.com/TlYKGzyaNP
— ANI (@ANI) January 7, 2024
અભિનેતા અક્ષય કુમારે રવિવારે એક X પર પોસ્ટમાં લખ્યું કે, “માલદીવની અગ્રણી જાહેર હસ્તીઓ તરફથી ભારતીયો પર જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી. જેને જોઈને આશ્ચર્ય થાય છે કે તેઓ આ એક એવા દેશ માટે કહી રહ્યા છે જે તેમને મહત્તમ સંખ્યામાં પ્રવાસીઓ મોકલે છે.”
Amid row over Maldives MP’s post on PM Modi’s visit to Lakshadweep, actor Kangana Ranaut and filmmaker Madhur Bhandarkar tweet about Lakshadweep.
Kangana Ranaut tweets, “…For most people tourism is not just filthy luxury, it is rather exploration of nature, alignment with the… pic.twitter.com/A0oqYXslmu
— ANI (@ANI) January 7, 2024
માલદીવ વિવાદ અને #ExploreIndianIslands વિશે હસ્તીઓએ શું કહ્યું ?
- અક્ષય કુમાર : અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું કે, “માલદીવની અગ્રણી જાહેર હસ્તીઓ તરફથી ભારતીયો પર દ્વેષપૂર્ણ અને જાતિવાદી ટિપ્પણીઓ કરવામાં આવી. જે જોઈને આશ્ચર્ય થયું કે, તેઓ એક એવા દેશ સાથે આવું કરી રહ્યા છે જે તેમને મહત્તમ સંખ્યામાં પ્રવાસીઓ મોકલે છે. અમે(ભારત) અમારા પડોશીઓ માટે સારા છીએ તો શા માટે આપણે આવા બિનઉશ્કેરણીજનક નફરતને સહન કરીએ ? મેં ઘણી વખત માલદીવની મુલાકાત લીધી છે અને હંમેશા તેની પ્રશંસા કરી છે, પરંતુ ગૌરવ પહેલા. ચાલો આપણે #ExploreIndianIslands કરવાનું નક્કી કરીએ અને આપણા પોતાના પર્યટનને ટેકો આપીએ.”
- સચિન તેંડુલકર : સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં તેમના 50મા જન્મદિવસની ઉજવણીને યાદ કરી અને ભારતીય દરિયાકિનારાને પ્રોત્સાહન આપવા માટે તેમનો ટેકો વ્યક્ત કર્યો. આ પોસ્ટ વિદેશી બીચ સ્થાનોને બદલે ભારતમાં સ્થાનિક બીચને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર માલદીવ વિવાદ વચ્ચે કરવામાં આવી છે.
- સલમાન ખાન : સલમાન ખાને કહ્યું કે, “આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લક્ષદ્વીપના સુંદર, સ્વચ્છ અને અદભૂત દરિયાકિનારા પર જોવું ખૂબ જ સારું છે અને સૌથી સારી વાત એ છે કે તે આપણા ભારતમાં છે.”
- શ્રધ્ધા કપૂર : શ્રધ્ધા કપૂરે ટ્વિટર પર લખ્યું કે, “ આ તમામ ચિત્રો અને મેમ્સ હવે મને સુપર ફોમો(fomo) બનાવી રહ્યા છે. લક્ષદ્વીપમાં આવા નૈસર્ગિક દરિયાકિનારો છે, સ્થાનિક સંસ્કૃતિ સમૃદ્ધ છે, હું રજાઓ બુક કરવાની તૈયારી કરી રહી છું, તો આ વર્ષે જ કેમ નહીં #ExploreIndianIslands”.
- જ્હોન અબ્રાહમ : જ્હોન અબ્રાહમે દરિયાકિનારાની અદભૂત તસવીરો પણ શેર કરી હતી અને કહ્યું હતું કે, “લક્ષદ્વીપ મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે, જ્યાં અદભૂત ભારતીય સેવાઓ, અતિથિ દેવો ભાવનો વિચાર અને વિશાળ દરિયા કિનારો રહેલો છે.”
આ પણ જુઓ :માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદનું ડેમેજ કંટ્રોલ, અધિકારીઓની ભાષાની કરી નિંદા