ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાકેશ ટિકૈતના નામથી મહિલા સાથે લાખોની ઠગાઈ, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

Text To Speech

ભોપાલ, 07 જાન્યુઆરી 2024: મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના નામથી લાખો રૂપિયાની ઠગાઈ કરાઈ છે. સંગીતા શર્મા નામની એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું કે, જેલમાં બંધ મારા પુત્રને મુક્ત કરાવવા કેટલાક બદમાશોએ રાકેશ ટિકૈતના નામનો ઉપયોગ કરી લાખો રૂપિયા પડાવ્યા છે. જો કે, તેમને આ વાતની ત્યારે ખબર પડી જ્યારે પુત્રને જેલમાંથી છોડવામાં પણ ન આવ્યો. હવે મહિલાએ પોલીસમાં કેસ દાખલ કરીને ન્યાયની આજીજી કરી છે.

મહિલા પાસેતી પાંચ લાખ રૂપિયા પડાવ્યા

સંગીતા શર્માનો પુત્ર કન્હૈયા છેલ્લા 4 વર્ષથી જબલપુર જેલમાં બંધ છે. રાજીવ રાય નામના યુવકે પુત્રને જેલમાંથી છોડાવવા માટે મહિલા જોડે વાત કરી આશ્વાસન આપ્યું હતું. પહેલા તો તેણે પોતાના શબ્દોની માયાજાળથી મહિલાને ફસાવી હતી. રાજીવે તેમને કહ્યું કે, તે મેજિસ્ટ્રેટ સાહેબ અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ખૂબ નજીક છે. તેણે કન્હૈયાને 5 લાખ રૂપિયામાં જેલમાંથી બહાર લાવવાની ખાતરી કરી હતી. અને એમ પણ કહ્યું હતું કે જો કન્હૈયાને જલ્દીથી મુક્ત કરવામાં નહીં આવે તો તેને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.

પૈસા મળી જતાં બંને આરોપીઓ છૂમંતર થઈ ગયા

પુત્ર જેલની સજામાંથી મુક્ત થશે તેમ જાણીને સંગીતા શર્માએ તરત જ રાજીવના મિત્ર રાજેશ કુમાર દુબેના મોબાઈલમાં ઓનલાઈન 3.63 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ પછી બંને આરોપી જોડે તેમનો કોઈ સંપર્ક ન થયો. બંને બદમાશો પર આરોપ છે કે તેમને આખા પૈસા ખર્ચી નાખ્યા છે અને હવે તેઓ સતત ખોટું બોલી રહ્યા છે. આરોપીઓ સતત મહિલાને કહેતો હતો કે, તેમનો પુત્ર એક સપ્તાહ પછી તો ક્યારેક 4 દિવસ પછી અને ક્યારેક 2 દિવસ પછી જેલામાંથી મુક્ત થશે. પીડિત પરિવારનું કહેવું છે કે તેમનો પુત્ર હજુ ઘરે આવ્યો નથી. જ્યારે અમે ફોન પર ફોન કર્યા તો અમારો ફોન નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો છે.

પોલીસે તપાસ શરૂ કરીને તજવીજ હાથ ધરી

હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસનું કહેવું છે કે પીડિતાની ફરિયાદના આધારે બંને યુવકો વિરુદ્ધ કલમ 419, 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. જે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે લેવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાર્ટ ટાઇમ નોકરીની લાલચે ઠગાઈ, સાયબર માફિયાઓ સક્રિય થયા

Back to top button