અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મનેશનલમધ્ય ગુજરાતશ્રી રામ મંદિર

ગીતાબેન રબારીના રામ ભજન “શ્રી રામ ઘર આયે”ની PM મોદીએ કરી પ્રશંસા

  • અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ વધુ એક રામ ભજન શેર કર્યું  
  • ગાયક ગીતાબેન રબારીનું ભગવાન રામના સ્વાગત માટેનું આ ભજન ખૂબ જ ભાવુક કરી દે તેવું

નવી દિલ્હી, 7 જાન્યુઆરી : અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં એક તરફ જ્યાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહી છે અને મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ ખાસ અવસર માટે ઘણા ગાયકો રામના આગમન પર ભજનોની રચના કરી રહ્યા છે. આવા જ વધુ એક શ્રી રામના ભજનને પીએમ નરેન્દ્ર મોદીએ શેર કરીને પ્રશંસા કરી છે. આ ગીત ગીતાબેન રબારીએ ગાયું છે. ગીતાબેન રબારીનું ભગવાન રામના સ્વાગત માટેનું આ ભજન ખૂબ જ ભાવુક કરી દે તેવું છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ કેટલાક ભજન શેર કર્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર પાંચમું રામ ભજન શેર કર્યું છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

PM મોદીએ ગીતાબેન રબારીનું રામ ભજન શેર કરતા શું કહ્યું ?

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) ટ્વિટર પર ગીતાબેન રબારીનું રામ ભજનની પ્રસંશા કરતા લખ્યું કે, “અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની રાહનો અંત આવવાનો છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગીતાબેન રબારીજીનું ભગવાન રામનું સ્વાગત કરવા માટેનું આ ભજન ખૂબ જ ભાવુક છે.”

 

સ્વસ્તિ મેહુલનું ગીત એક દિવસ પહેલા જ કર્યું હતું શેર

 

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા શનિવારે PM મોદીએ ગાયક સ્વસ્તિ મેહુલનું ગીત X(ટ્વિટર) પર શેર કર્યું હતું અને લખ્યું હતું કે, “એકવાર તમે સ્વસ્તિજીનું આ ભજન સાંભળો તો તે લાંબા સમય સુધી કાનમાં ગુંજતું રહે છે. આંખોમાં આંસુ ભરે છે, મન લાગણીવિભોર થઈ જાય છે.”

PM મોદીએ જુબિન નૌટિયાલના રામ ભજનના પણ કર્યા હતા વખાણ  

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ શુક્રવારે પણ રામ ભજન શેર કર્યું હતું. જુબિન નૌટિયાલનું ગીત શેર કરતી વખતે PM મોદીએ X પર લખ્યું હતું કે, “ભગવાન શ્રી રામના પ્રાણ-પ્રતિષ્ઠાના અવસર પર, અયોધ્યાની સાથે આખો દેશ રામમય થયો છે. રામ લલ્લાની ભક્તિથી ભરપૂર જુબિન નૌટિયાલજી, પાયલ દેવજી અને મનોજ મુંતશિરજીનું આ સ્વાગત ભજન હૃદયને સ્પર્શી જાય તેવું છે. તે જ દિવસે PM મોદીએ હંસરાજ રઘુવંશીએ ગાયેલું રામ ભજન શેર કર્યું હતું અને આ રામ ભજનની પ્રશંસા કરી હતી.

 

આ પણ જુઓ : મેરે ઘર રામ આયે હૈઃ PM મોદીએ હવે જુબિન અને મુંતશિરના ભજનના પણ વખાણ કર્યા

Back to top button