ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભગવાન રામ પર ટિપ્પણી કરવા બદલ NCP નેતા જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ વધુ ત્રણ FIR નોંધાઈ

મુંબઈ (મહારાષ્ટ્ર), 07 જાન્યુઆરી 2024: ભગવાન રામ માંસાહારી હોવાની ટિપ્પણી કરીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ મુંબઈ અને પાલઘર જિલ્લામાં ત્રણ FIR નોંધવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણમાં રાજ્ય-સ્તરના ‘હરિનામ સપ્તાહ’માં ભાગ લેનારા વારકારીઓએ ભગવાન રામને લઈને આવ્હાડે આપેલા વિવાદાસ્પદ નિવેદનની નિંદા કરી હતી.  નોંધનીય છે કે, મુંબઈમાં પોલીસે આવ્હાડ સામે બે કેસ નોંધ્યા હતા જ્યારે અન્ય એક કેસ થાણે જિલ્લાના નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તે પહેલા પુણે સિટી પોલીસે આવ્હાડ વિરુદ્ધ FIR નોંધી હતી.

આવ્હાડ સામે વધુ ત્રણ કેસ નોંધાયા

રાકંપાના શરદ પવાર જૂથના નેતા આવ્હાડ થાણે જિલ્લામાં મુંબ્રા-કલવા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મહારાષ્ટ્રના મંત્રી રહેલા આવ્હાડની હજુ ધરપકડ કરાઈ નથી. પોલીસ અધિકારીનું કહેવું છે કે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગૌતમ રાવરિયાની ફરિયાદ પર શુક્રવારે રાત્રે મુંબઈમાં MIDC પોલીસ સ્ટેશન આવ્હાડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે એક ન્યૂઝ ચેનલ પર આવ્હાડને ભગવાન રામ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતા સાંભળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આવ્હાડ પર ભારતીય દંડ સંહિતાની કલમ 295A (કોઈપણ ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઇન્ડિયન પીનલ કોડ (ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય જે ઇજા પહોંચાડવાના હેતુથી) હેઠળ નોંધાયેલ છે.

શું હતું જીતેન્દ્ર આવ્હાડનું નિવેદન?

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ભાજપના ધારાસભ્ય રામ કદમની ફરિયાદ પર શનિવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સમાન આરોપો પર બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્થાનિક વેપારીની ફરિયાદ પર થાણેના નવઘર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આવ્હાડે 3 જાન્યુઆરીએ ભગવાન રામને માંસાહારી હોવાનું કહીને વિવાદ સર્જ્યો હતો. બુધવારે શિરડીમાં NCPના એક કાર્યક્રમમાં બોલતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે, ભગવાન રામ શિકાર કરતા હતા અને ખાતા હતા. તે અમારા બહુજનનો છે. ભાજપ આપણને શાકાહારી બનાવી રહ્યા છે, પરંતુ અમે રામને અનુસરીને ‘મટન’ ખાઈશું. ‘બહુજન’ શબ્દ પરંપરાગત રીતે મહારાષ્ટ્રમાં હિન્દુ સમાજના બિન-બ્રાહ્મણ વર્ગો માટે વપરાય છે. ધારાસભ્ય આવ્હાડે બાદમાં કહ્યું હતું કે જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું ન હતું.

આ પણ વાંચો: ભગવાન રામને માંસાહારી કહેવા બદલ ભાજપે NCP નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

Back to top button