ભરૂચમાં સામે આવ્યો લવજેહાદનો કિસ્સો
- ઈન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી બનાવ્યું
- વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા
- હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી
મુસ્લિમ યુવક પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે તેની પત્નીએ તેનો ભાંડો ફોડી નાંખતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે યુવતીએ આક્ષેપ કર્યા છે કે ‘હું કોલેજમાં અભ્યાસ કરતી હતી, તે વખતથી ઈન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી ઉપરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને સોશિયલ મીડિયા ઉપર જ ચેટીંગ ચાલી રહી હતી. જે યુવકની આર્ય પટેલ તરીકે ઈન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી, તેણે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદી યુવતીને આપી હતી. બંને વચ્ચે મિત્રતા કેળવાતા બંને હિંદુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી ફરિયાદી હિન્દુ યુવતી સાથે સતત ભરૂચ જીલ્લાના અલગ અલગ મંદિરોમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો. હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો.
આ પણ વાંચો : વાયબ્રન્ટમાં નોનવેજ નહીં પણ શુધ્ધ શાકાહારી ભોજનની મજા માણશે મહેમાન
એકાદ મહિના અગાઉ આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે અન્ય આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો, તેની સાથે વાત કરતા પ્રોફાઈલમાં જે ફોટો હતો એ આર્ય પટેલનો હોવાથી ફરિયાદીએ પૂછ્યું હતું કે, તમે આ વ્યક્તિને કેવી રીતે ઓળખો છો? ત્યારે આરોપીની પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો હતો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે. જેથી થોડા સમય માટે ફરિયાદીના પગતળ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યાર બાદ પણ સતત ખોટી ઓળખ આપનાર મુસ્લિમ યુવકે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના દ્વારે પહોંચી તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.