- 136 દેશોના ડેલિગેટ્સ માટે વિશેષ ભોજનની વ્યવસ્થા
- 4 હજારની વાઇબ્રન્ટ ભારતીય થાળી ખાસ તૈયાર કરવામાં આવી
- કાઠિવાડથી લઈ ગુજરાતનો અસલ સ્વાદ વિદેશી મહેમાનોને મળશે
વાયબ્રન્ટ શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેના માટે દેશ દુનિયામાંથી 136 દેશોમાંથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. ત્રણ દિવસિય વાયબ્રન્ટ સમિટમાં ભોજનમાં નોનવેજની એક પણ ખાદ્યસામગ્રી પિરસવામાં આવશે નહી. ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર હજાર આસપાસના ખર્ચે શાકાહારી પ્લેટ નક્કી કરી છે.
આ અગેની માહિતી અનુસાર, પહેલા દિવસની સાંજે ‘ટેસ્ટ ઓફ ગુજરાત’માં ખીચડી-કઢી પિરસાશે. 10મી જાન્યુઆરીએ સમિટના ઉદ્દઘાટન બાદ પહેલા દિવસની બપોરે લંચમાં ‘ટેસ્ટ ઓફ ભારત’ નામે ડેલિગેટ્સ અને આમંત્રિતોને શાકાહારી ભોજન પિરસવામા આવશે. સાંજે ‘ટેસ્ટ ઓફ ગુજરાત’ નામે તૈયાર થનારી થાળીમાં ખીચડી- કઢીનો સામેવશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વાયબ્રન્ટ પહેલાં અમદાવાદ-ગાંધીનરમાં વરસાદે વધારી તંત્રની ચિંતા
આ ઉપરાંત ભારતીય શુધ્ધ શાકાહારી ભોજનને ‘વાઇબ્રન્ટ ભારત થાળી’ એવું નામ આપવામાં આવ્યું છે. બીજા દિવસે 11 જાન્યુઆરીએ બપોરે લંચમાં ‘ટેસ્ટ ઓફ મિલેટ્સ’માં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના જાડા ધાનમાંથી તૈયાર થતી વાનગી પિરસવામાં આવશે. એ જ દિવસની સાંજે કલ્ચરલ પ્રોગ્રામની સાથે નેટવોર્કીંગ ડિનરનું આયોજન કરાયું છે.
જ્યારે છેલ્લા દિવસ 12મી જાન્યુઆરીએ ‘ટેસ્ટ ઓફ કાઠિયાવાડ’ લંચમાં રિંગણાનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા દિવસે રીંગણાના ઓળા સાથે બાજરીનો રોટલો- ટેસ્ટ ઓફ કાઠીયાવાડનું લંચ આપવામાં આવશે.સમિટમાં ત્રણ દિવસમાં કુલ પાંચ વખત મહાત્મા મંદિરમાં આમંત્રિતોને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.