- રાજ્યમાં આગામી 24 કલાક વાદળછાયુ વાતાવરણ
- 8 -9 જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ
- અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં આગામી 8 અને 9 જાન્યુઆરીના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક વાદળછાયુ વાતાવરણ રહેશે અને તારીખ 8 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ અંગે રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે, અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદ પડવાની આગાહી છે. આ વચ્ચે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ , નવસારી, સુરત ,દમણમાં વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : 12મી જાન્યુઆરીએ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી
જાન્યુઆરીના શરૂઆતમાં જ ફરી કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ વચ્ચે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર , આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ લાઈન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી વરસાદ પડશે. ખેડૂતોને તેમના શિયાળુ પાકમાં નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.
જ્યારે વરસાદના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો પારો ઘટાડો નોંધાય શકે છે. જેમાં આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા શક્યતા છે. આ વચ્ચે નલિયામાં સુધી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે