ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસ્પોર્ટસ

મહેન્દ્ર સિંહ ધોની સાથે 15 કરોડની છેતરપિંડી, રાંચીમાં કેસ નોંધાયો

  • મહેન્દ્ર સિંહ ધોની સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો, રાંચીની કોર્ટમાં કેસ દાખલ
  • મિહિર દિવાકર અને સૌમ્યા સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો

રાંચી, 06 જાન્યુઆરી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીની કોર્ટમાં અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા સામે ફોજદારી કેસ દાખલ કર્યો છે. માહિર દિવાકર ધોનીનો ખાસ મિત્ર રહ્યો છે અને તેનો બિઝનેસ પાર્ટનર પણ રહ્યો છે. મિહિરે ધોની સાથેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

કેમ ધોનીએ કેસ દાખલ કરવો પડ્યો?

ધોનીના નજીકના ગણાતા મિત્ર મિહિર દિવાકરે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે 2017માં મહેન્દ્ર સિંહ ધોની સાથે કરાર કર્યો હતો. ત્યાર બાદ દિવાકરે કરારમાં દર્શાવેલ શરતોનું પાલન કર્યું ન હતું. આ કિસ્સામાં અર્કા સ્પોર્ટ્સે ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવાની હતી. કરાર હેઠળ નફો વહેંચવાનો હતો, પરંતુ કરારના તમામ નિયમો અને શરતોનો મિહિર દિવાકરે ભંગ કર્યો હોવાથી મહેન્દ્ર સિંહ ધોનીએ તેની સામે રાંચીની કોર્ટમાં કેસ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mihir Diwakar (@mihirdiwakar)

ધોનીને 15 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો

મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ, 2021ના રોજ આર્કા સ્પોર્ટ્સમાંથી ઓથોરિટી લેટર પાછો ખેંચી લીધો હતો. ધોની દ્વારા તેને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નથી. આ પછી ધોનીના વકીલ દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અર્કા સ્પોર્ટ્સે તેની સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ઋષભ પંત સાથે પણ 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી

તાજેતરમાં ઋષભ પંત સાથે લાખો અને કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કામ મૃણાંક સિંહ નામના વ્યક્તિએ કર્યું હતું. તે 25 ડિસેમ્બરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. એવો દાવો કરવામાં આવે છે કે હરિયાણાના ફરીદાબાદના રહેવાસી આરોપી મૃણાંક સિંહે અંડર-19 સ્તરે રાજ્યની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો પણ દાવો કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃણાંકે 2020-2021માં ઋષભ પંત સાથે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃણાંકે પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો મેળવવાની લાલચ આપી હતી. આ કારણે ઋષભ પંતના મેનેજરે પણ ફરિયાદ નોંધાવી હતી. પંત સાથે છેતરપિંડી કરતા પહેલા મૃણાંકે પોતાને લક્ઝરી ઘડિયાળો, બેગ અને જ્વેલરીનો બિઝનેસમેન ગણાવ્યો હતો જે તેની લક્ઝરી વસ્તુઓ સસ્તા ભાવે વેચે છે. ઋષભનો વિશ્વાસ જીતવા માટે તેણે ઘણાં જૂઠાણાં બોલ્યા અને કહ્યું કે તેણે આ વસ્તુઓ અન્ય ક્રિકેટરોને પણ ડિસ્કાઉન્ટ રેટ પર વેચી છે.

આ પણ વાંચો: આતુરતાનો અંત, જાહેર થયું T20 વર્લ્ડકપ 2024નું શેડયૂલ

Back to top button