અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં એસિડ પીવાથી થયું આરોપીનું મોત
- રૂપિયા 59 લાખના દાગીના બારોબાર વેચાણનો આરોપ
- નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી હતી ફરિયાદ
- ગઈ કાલે સિવિલમાં દાખલ કર્યા બાદ મોત થયુ
પોલીસ વિભાગ સામે મોટો વિવાદ સામે આવી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત થવાને લઈને પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે પોલીસ સ્ટેશનની અંદર જ આરોપીને એસિડ પીવડાવવામાં આવ્યું હોવાની ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના સીજી રોડ ઉપર આવેલ સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયો શોરૂમમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે રૂપિયા 59 લાખની કિંમતના દાગીના બારોબાર વેચાણ કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી હતી જે બાદ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જે પછી પરિવારજનોનું માનવું છે કે આરોપીને પોલીસ કસ્ટડીમાં જ એસિડ પીવડાવવામાં આવ્યું છે. અને આ એસિડ પીવડાવ્યા બાદ આરોપીનું મોત થયું છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં એક-બે નહીં કુલ 40 દીપડાનો દહેશત
આરોપીના મોત બાદ જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે તેમાં ખુલાસો થયો છે કે આરોપીનું મોત એસિડ પીવાના કારણે થયું છે. પીએમ રિપોર્ટ બાદ પરિવારને જાણ કરાઈ છે અને સાથે જ આરોપીને લઈ જવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપીને ગઈ કાલે સિવિલમાં દાખલ કર્યા બાદ મોત થયુ હતુ. પરિવારનો મોત કઈ રીતે થયુ તે ખુલાસો આપવાની માંગ કરવામાં આવી હતી. યોગ્ય તપાસ ન થાય તો મૃતદેહ ન સ્વીકારવાની ચિમકી પણ પરિવારે આપી છે.