ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ જિલ્લામાં એક-બે નહીં કુલ 40 દીપડાનો દહેશત

Text To Speech
  • રાત્રિના સમયે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા અપીલ
  • અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મુકવામાં આવ્યા 
  • રાજકોટના આસપાસના જંગલમાં 40 દીપડા

હાલ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લા અને શહેરમાં દીપાડાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વન વિભાગ દ્વારા પણ દીપડાને પાંજરે પૂરવા માટે કમર કસી છે. દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઇ અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મુકવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા અને શહેરની સ્થિતિ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, રાજકોટના આસપાસના જંગલમાં 40 દીપડા ફરી રહ્યા છે. દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઇ અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મુકવામાં આવ્યા છે. બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઇ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સુવા માટે વનવિભાગે લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો : આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદ અને ઠંડી વધારશે મુશ્કેલી

એટલું જ નહીં વનવિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હીલચાલ પર નજર રાખી રહ્યું છે. રાજકોટ વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સૌ પ્રથમ 22 તારીખે દીપડો દેખાયાના સમાચાર વન વિભાગને મળ્યા હતા, ત્યારથી જ અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સર્ચ દરમિયાન દીપડો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા. જો કે, તે માનવ વસવાટ વિસ્તારમાં આવી જતા તેને પકડવા માટે કામગીરી ચાલી રહી છે જિલ્લામાં રાજકોટ શહેર,જસદણ,ધોરાજી અને જેતપુર પંથકમાં દીપડો જોવા મળ્યો છે. આ માટે લોકો સાવચેત રહે અને રાત્રિના સમયે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલમાં દિપડાની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.

Back to top button