એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલવિશેષ

પરીક્ષા પે ચર્ચા 2024ના કાર્યક્રમમાં જોડાવા માટે એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા

નવી દિલ્હી, 05 જાન્યુઆરી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “પરીક્ષા પે ચર્ચા 2024” કાર્યક્રમની સાતમી આવૃત્તિમાં MyGov પોર્ટલ પર 1 કરોડથી વધારે રજિસ્ટ્રેશન થયા. આ બાબત એ દેશભરના વિદ્યાર્થીઓનો વ્યાપક ઉત્સાહ દર્શાવે છે, જેઓ આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભાગ લેવા અને વડાપ્રધાન સાથે સંવાદ સાધવા આતુર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિશિષ્ટ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, પરીક્ષા પે ચર્ચા (પીપીસી)માં દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષા અને શાળા પછીનાં જીવન સાથે સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરશે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા છ વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યાથી ભારત મંડપમ, આઇટીપીઓ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાશે. જેમાં લગભગ 4000 સહભાગીઓ વડાપ્રધાન સાથે વાતચીત કરશે. મુખ્ય કાર્યક્રમ માટે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે વિદ્યાર્થીઓ, એક શિક્ષક તેમજ કલા ઉત્સવ અને વીર ગાથા સ્પર્ધાના વિજેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી શકે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઇન એમસીક્યુ સ્પર્ધા 11 ડિસેમ્બર 2023 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન MyGov પોર્ટલ પર લાઇવ છે. 5 જાન્યુઆરી 2024 સુધીમાં 90 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 8 લાખથી વધુ શિક્ષકો અને આશરે 2 લાખ વાલીઓએ નોંધણી કરાવી છે.

યુવાનો માટે તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચળવળનો ‘એક્ઝામ વોરિયર્સ’ એ એક ભાગ છે. આ એક એવું આંદોલન છે જેમાં વિદ્યાર્થીઓ, માતા-પિતા, શિક્ષકો અને સમાજને એક સાથે લાવવાના પ્રયત્નોથી પ્રેરિત છે, જેથી દરેક બાળકના વ્યક્તિત્વને પ્રોત્સાહન આપી તેને સંપૂર્ણ રીતે પોતાને વ્યક્ત કરવાની તક આપવામાં આવે.

આ મુખ્ય કાર્યક્રમના ભાગરૂપે 12 જાન્યુઆરી 2024થી શરૂ થઈને 23 જાન્યુઆરી 2024 સુધી શાળા કક્ષાએ અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવશે, જેમાં મેરેથોન દોડ, સંગીત સ્પર્ધા, મેમ સ્પર્ધા, નુક્કડ નાટક, વિદ્યાર્થી-એન્કર-વિદ્યાર્થી-અતિથિ ચર્ચા વગેરે જેવી શીખવાની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવશે. અંતિમ દિવસે 23 જાન્યુઆરી, 2024ના રોજ એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિના દિવસે દેશભરના 500 જિલ્લાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ વિષયોમાં ચંદ્રયાન, ભારતની રમતગમતની સફળતા વગેરે સામેલ હશે, જે દર્શાવે છે કે કેવી રીતે પરીક્ષાઓ જીવનનો ઉત્સવ બની શકે છે.

આ ઉપરાંત, MyGov પોર્ટલ પર તેમના પ્રશ્નોના આધારે પસંદગી કરાયેલાને સહભાગીઓને વિશેષ પરીક્ષા પે ચર્ચા કિટ, જેમાં વડાપ્રધાનનું એક્ઝામ વોરિયર્સ પુસ્તક અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો : સૌની યોજના થકી ખેડૂતોની આવક બમણી કરાવાનો નિર્ણય સાર્થક બન્યો છેઃ કુંવરજીભાઈ બાવળિયા

Back to top button