AAPએ રાજ્યસભા માટે બે ઉમેદવારના નામ જાહેર કર્યા, સંજય સિંહ જેલમાંથી લડશે ચૂંટણી
દિલ્હી, 05 જાન્યુઆરી: આમ આદમી પાર્ટી (AAP)એ આગામી રાજ્યસભા માટે બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. સંજય સિંહ અને સ્વાતિ માલીવાલ. પાર્ટીએ ફરી એકવાર તેના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સંજય સિંહે AAP તરફથી ફરી ઉમેદવારી નોંધાવી છે. સંજય સિંહ જેલમાંથી ચૂંટણી લડશે, જ્યારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે સુશીલ કુમાર ગુપ્તાના સ્થાને દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલને AAP દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવશે.
રાજ્યસભાની ચૂંટણી 19 જાન્યુઆરીએ યોજાવાની છે. આ દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને જેલમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપી છે. આ દસ્તાવેજો પર સહી કરવાની સંજય સિંહની વિનંતી પર ED તરફથી કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી.
સંજય સિંહે અરજી કરી પરવાનગી માંગી હતી
સંજય સિંહ વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને રાજ્યસભા માટેના ‘નોમિનેશન ફોર્મ’ પર સહી લેવાની અને રાજ્યસભાના રિટર્નિંગ ઓફિસર સમક્ષ તેના સહાયક દસ્તાવેજો રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત અરજદાર માટે ‘નો ડ્યૂઝ સર્ટિફિકેટ’ મેળવવા અંગેના બાંયધરી પર રાજ્યસભામાંથી સહીઓ પણ માંગવામાં આવી છે.
ફિજિકલ પ્રોડક્શનની પણ માંગ કરી હતી
કોર્ટે જેલ સત્તાધીશોને સહીઓ લેવાની પરવાનગી આપવાનો નિર્દેશ આપ્યો છે. દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે સંજય સિંહ તરફથી ફિજિકલ પ્રોડક્શનની પણ માંગ કરવામાં આવી હતી, જો કે, કોર્ટ કહી રહી છે કે તે જરૂરી નથી.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાનો જન્મદિવસઃ કેજરીવાલે જૂની તસવીર શેર કરી લખ્યું- ‘આ મિત્રતા ઘણી જૂની છે’