ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં રવિવારના દિવસે કડાકા-ભડાકા સાથે વિજળીઓ વચ્ચે ધોધમાર વરસાદી બેટિંગ

Text To Speech

ગુજરાતમાં જામી રહેલા વરસાદી માહોલ વચ્ચે રવિવારે સાંજે અમદાવાદ શહેરમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ગોતા, ચાંદખેડા, ત્રાગડ, વેજલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

તેમજ ઠેર ઠેર કડાકા ભડાકા સાથે વીજળીઓ સાથે વરસાદ વરસી રહ્યો છે. કેટલાંક વિસ્તારોમાં કડકા સાથે વીજળી થતાં લોકોમાં ભયનો પણ માહોલ જોવા મળ્યો છે. હાલમાં શુક્રવારે જ અમદાવાદમાં ભારે વરસાદના કારણે લોકોની પરેશાની વધી હતી. રસ્તા પર પાણી ભરાઈ જવાની ઘણી ફરિયાદો સામે આવી હતી.

અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરના બોપલ રિંગરોડ, સિંધુ ભવન, થલતેજ, ગોતા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ અને રાણીપ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

શનિવારે શહેરના બાપુનગર, રામોલ, નિકોલ, નરોડા, સરદારનગર, વસ્ત્રાલ, તેમજ શહેરના પશ્ચિમ પટ્ટામાં આવેલા નારણપુરા, મેમનગર, થલતેજ, હેબતપુર, મક્તમપુરા, ઉસ્માનપુરા, બોડકદેવ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદના હળવાથી ઝાપટાં વરસ્યા હતા. શુક્રવારે ધમાકેદાર એન્ટ્રી કરીને સમગ્ર અમદાવાદને ઘમરોળ્યા પછી શનિવારે એકંદરે મેઘરાજાએ વિરામ લીધો હતો.

Ahmedabad-Heavy-rain 001

આ તરફ હવામાન વિભાગે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વીજળી અને હળવા વાવાઝોડું અને સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાક સાથે ભારે વરસાદની શક્યતા છે. જેમાં આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : મધ્યગુજરાતમાં પણ વરસાદ જામ્યો, છોટાઉદેપુરમાં 10 ઈંચ વરસ્યો, તો બોડેલીમાં 16 ઈંચ, જુઓ વીડિયો

Back to top button