ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણા માઇનિંગ કેસમાં EDના દરોડા, ગેરકાયદે વિદેશી હથિયારો અને 5 કરોડ જપ્ત

  • ભૂતપૂર્વ MLA દિલબાગસિંહ અને તેના સહયોગીના પરિસરમાં રેડ પાડવામાં આવી  
  • ગેરકાયદે વિદેશી હથિયારો, 100થી વધુ દારૂની બોટલો અને 5 કરોડ રકમ જપ્ત
  • ભારત અને વિદેશમાં ઘણી મિલકતો સહિત અન્ય સામગ્રી કબ્જે કરવામાં આવી

નવી દિલ્હી, 5 જાન્યુઆરી : દેશના વિવિધ વિસ્તારોમાં મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન EDએ હરિયાણા અને પંજાબના વિવિધ જિલ્લાઓમાં INLDના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહ, કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સુરિન્દર પંવાર અને તેમના સહયોગીઓના સ્થાનો પર રેડ પાડવામાં આવી છે. આ દરોડામાં મળી આવેલી સામગ્રી જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. દરોડા દરમિયાન ED દ્વારા ગેરકાયદે વિદેશી હથિયારો, 100થી વધુ દારૂની બોટલો અને 5 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તેમજ ભારત અને વિદેશમાં ઘણી મિલકતો સહિત અન્ય સામગ્રી કબ્જે કરવામાં આવી છે.

 

શું છે આ સમગ્ર મામલો?

કેન્દ્રીય એજન્સીએ ગુરુવારે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને ભૂતપૂર્વ INLD ધારાસભ્ય દિલબાગસિંહના સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં EDએ વિદેશી બનાવટના હથિયારો, લગભગ 300 કારતુસ, 5 કરોડ રૂપિયાની રોકડ સહિતની ઘણી સામગ્રીઓ જપ્ત કરી છે. આ કેસમાં લીઝની મુદત અને કોર્ટના આદેશો પછી પણ યમુનાનગર અને આસપાસના જિલ્લાઓમાં ભૂતકાળમાં થયેલા પથ્થરો, કાંકરી અને રેતીના કથિત ગેરકાયદે ખનનની તપાસ કરવા માટે હરિયાણા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ઘણી FIR પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

પુષ્કળ રોકડ અને સોનું રિકવર

EDએ યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંદીગઢ અને કરનાલમાં બંને રાજનેતાઓ અને સંબંધિત સંગઠનોના લગભગ 20 સ્થળોએ 4-5 કિલો સોનું અને જંગી રોકડ જપ્ત કરી છે. આ સિવાય ભારત અને વિદેશમાં પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. આ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ED દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન રોકડ, હથિયારો, સોનું તેમજ 100થી વધુ દારૂની બોટલો મળી આવી છે.

આ પણ જુઓ :મસ્જિદો પર કબજો રાખવાની ઓવૈસીની અપીલ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રહાર , કહ્યું- ‘તેમનો ડર અકબંધ રહે’

Back to top button