ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સલામતી દળો વચ્ચે અથડામણ, CRPF દ્વારા સર્ચ

Text To Speech
  • CRPFએ શોપિયા જિલ્લાના આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું
  • સ્થળ પર હાજર સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીર, 5 જાન્યુઆરી : કાશ્મીર ઘાટીના શોપિયા જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં સ્થળ પર હાજર સુરક્ષા દળોએ જંગલમાં છુપાયેલા આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો હતો. આ સાથે આતંકવાદીઓને ખતમ કરવા માટે CRPFએ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, આ એન્કાઉન્ટર શોપિયાના ચોટીગામ વિસ્તારમાં થયું હતું.

સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો   

જવાનોએ આતંકવાદીઓને મારવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો. હાલ ઘટનાસ્થળે કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે તેની માહિતી મળી નથી, પરંતુ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જાણકારી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, આ એન્કાઉન્ટર શોપિયાના ચોટીગામ વિસ્તારમાં થયું હતું. પોલીસ અને સેનાના જવાનો મોરચો સંભાળી રહ્યા છે અને આતંકીઓ પર ફાયરિંગ કરી રહ્યા છે.

આ પણ જુઓ :ગોરખપુરના કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયનું STF દ્વારા એન્કાઉન્ટર

Back to top button