ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

રામ મંદિરમાં એન્ટ્રીના આ નિયમો જાણોઃ અંદર શું નહીં લઈ જવાય?

Text To Speech
  • રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે એન્ટ્રી માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કર્યા પછી જ તમને મંદિરમાં પ્રવેશ મળશે.

અયોધ્યા, 4 જાન્યુઆરી, 2024ઃ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12.30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં લગભગ 8000 વિશેષ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભવ્ય મહેલમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરક્ષા માટેના અનેક નિયમો બનાવાયા છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે એન્ટ્રી માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કર્યા પછી જ તમને મંદિરમાં પ્રવેશ મળશે. જાણો રામ મંદિરમાં પ્રવેશ માટે શું નિયમો બનાવવામાં આવ્યા છે.

રામ મંદિર આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ

  • રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ મંદિરમાં પ્રવેશ કરનારાઓને મોબાઈલ, પર્સ, કોઈ પણ ગેઝેટ્સ જેમ કે ઈયર ફોન, રિમોટ વાળી ચાવી લઈ જવાની મંજૂરી નથી.
  • વરિષ્ઠ સંતોનું છત્ર, ઝોળી, ઠાકોરજીની મુર્તિ, સિંહાસન, ગુરુ પાદુકાને પણ મંદિરમાં લઈ જવાની મનાઈ રહેશે.

 

રામ મંદિરમાં એન્ટ્રીના આ નિયમો જાણોઃ અંદર શું નહીં લઈ જવાય? hum dekhenge news

પ્રાણ પ્રતિષ્ઠા માટેના નિયમો

  • રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનોએ 22 જાન્યુઆરીએ સવારે 11.00 વાગ્યા પહેલા કાર્યક્રમ સ્થળ પર પ્રવેશ કરવો પડશે.
  • જો કોઈ સંત કે મહાપુરુષની સાથે કોઈ સુરક્ષાકર્મીઓ હશે તો તેઓ પણ કાર્યક્રમના સ્થળની બહાર રહેશે.
  • આમંત્રણ પત્રિકામાં જેનું નામ હશે તેને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. સાથે આવેલા સેવકો કે શિષ્યોને સ્થળ પર જવાની અનુમતિ નહીં મળે.
  • રામ મંદિરના મુખ્ય યજમાન પીએમ નરેન્દ્ર મોદી મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા પછી જ સંતોને રામ લાલાના દર્શનની મંજૂરી આપવામાં આવશે.
  • તમે ભારતીય પરંપરા મુજબ કપડા પહેરીને રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી શકો છો. પુરુષો ધોતી, ગમછા, કુર્તા-પાયજામા અને મહિલાઓ સલવાર સૂટ અથવા સાડીમાં જઈ શકે છે, જોકે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કોઈ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો નથી.
  • ફક્ત આમંત્રણ પત્રિકા અને ડ્યુટી પાસ ધરાવતા લોકો જ અયોધ્યામાં પ્રવેશ કરી શકશે.

આ પણ વાંચોઃ આઝાદીના 75 વર્ષ પછી કાશ્મીરના બે ગામોમાં વીજળી પહોંચી

Back to top button