ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘નકલી લેબ ટેસ્ટ’ કેસમાં દિલ્હી LGએ નવી CBI તપાસની કરી ભલામણ

Text To Speech
  • આમ આદમી મોહલ્લા ક્લિનિક્સમાં ભૂતિયા દર્દીઓ પર થતા લેબ પરીક્ષણો
  • ક્લિનિક્સમાં દર્દીઓના નકલી મોબાઇલ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો

નવી દિલ્હી, 4 જાન્યુઆરી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી મોહલ્લા ક્લિનિક્સની અંદર ‘ભૂતિયા દર્દીઓ પર નકલી લેબ પરીક્ષણો’ના સંબંધમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને નવેસરથી તપાસની ભલામણ કરી છે તેમજ મળતી માહિતી મુજબ, આવા મોહલ્લા ક્લિનિક્સમાં દર્દીઓના પ્રવેશને ચિહ્નિત કરવા માટે નકલી અથવા અસ્તિત્વમાં ન હોય તેવા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

ક્લિનિક્સમાં ડોકટરોએ પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો દ્વારા તેમની હાજરી નોંધાવી !

એટલું જ નહીં, મોહલ્લા ક્લિનિક્સના ડોકટરોએ પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો દ્વારા તેમની હાજરી નોંધાવી હતી અને અનધિકૃત/બિન-તબીબી સ્ટાફે દર્દીઓને પરીક્ષણો અને દવાઓ સૂચવી હતી. નકલી/અસ્તિત્વમાં ન હોય તેવા મોબાઈલ નંબરનો ઉપયોગ દર્દીઓ દર્શાવવા માટે કરવામાં આવે છે. આ કૌભાંડ પંજાબમાં અપનાવવામાં આવતા આ સમાન મોડલ પર પણ સવાલો ઉભા કરે છે.

 

લેબોરેટરી પરીક્ષણોમાં ગંભીર છેતરપિંડી કરી કરોડો રૂપિયાનું થયું કૌભાંડ

વાસ્તવમાં, LG વી.કે. સક્સેનાની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા નિયમિત રેન્ડમ સર્વેલન્સ દરમિયાન, દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સની મુલાકાત લેતા દર્દીઓના નામ પર કરવામાં આવતા લેબોરેટરી પરીક્ષણોમાં ગંભીર છેતરપિંડીની મળી આવી હતી જે કરોડો રૂપિયાના કૌભાંડનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે, LG વીકે સક્સેનાએ ડિસેમ્બર 2022માં મોહલ્લા ક્લિનિક્સ અને દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ માટે ખાનગી પક્ષોને લેબોરેટરી પરીક્ષણ સેવાઓના વિસ્તરણ સંબંધિત ફાઇલને મંજૂરી આપતી વખતે આ સૂચનાઓ જારી કરી હતી.

આ પણ જુઓ :EDની અનિશ્ચિતતા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ યથાવત

Back to top button