- આગામી 9 અને 10 જાન્યુઆરીના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે
- વાયબ્રન્ટના આમંત્રિતો સાથે ગુજરાતના સ્થળોની મુલાકાત કરશે
- પ્રવાસન સ્થળની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ થઇ છે
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં વડાપ્રધાન મોદી વાયબ્રન્ટના આમંત્રિતો સાથે ગુજરાતના સ્થળોની મુલાકાત કરશે. તેમાં કચ્છના ધોરડો, SoU અને અટલ બ્રિજની મુલાકાતને લઈ ચર્ચા થઇ છે. તેમજ પ્રવાસન સ્થળની મુલાકાતને લઈ તૈયારીઓ તેજ થઇ છે.
આ પણ વાંચો: અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમમાં આપશે જનતાને વિકાસની ભેટ
PMO દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતનો અંતિમ નિર્ણય લેવાશે
PMO દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતનો અંતિમ નિર્ણય લેવાશે. જેમાં આગામી 9 અને 10 જાન્યુઆરીના વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી વાયબ્રન્ટ ના આમંત્રિત પ્રમુખો સાથે પ્રવાસન સ્થળની મુલાકાત કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની પ્રખ્યાત યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર, પરીક્ષા ખંડમાં હથિયાર સાથે રાખવું નહીં
વિવિધ કાર્યક્રમોને લઈને તૈયારીઓ તેજ બની
આ દરમિયાન કચ્છના ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અટલ બ્રિજની મુલાકાતને લઈ ચર્ચા શરૂ થઈ છે. તેમજ આ સાથે વિવિધ કાર્યક્રમોને લઈને તૈયારીઓ તેજ બની છે. પીએમઓ દ્વારા પ્રવાસન સ્થળની મુલાકાતને લઈ આખરી નિર્ણય લેવાશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી તા.9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોનાં કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે. તા. 9 જાન્યુઆરીએ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.