ગુજરાતટોપ ન્યૂઝ

અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમમાં આપશે જનતાને વિકાસની ભેટ

Text To Speech
  • 201 નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે
  • તુવેરદાળ માટે ઓનલાઈન પોર્ટલનો ઉદ્ઘાટન કરશે
  • ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળશે

અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જેમાં વિવિધ કાર્યક્રમમાં જનતાને વિકાસની ભેટ આપશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી 201 નવીન બસોનું ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. તેમજ તુવેરદાળ માટે ઓનલાઈન પોર્ટલનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે તેમાં પણ હાજરી આપશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કડકડતી ઠંડી, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી 

પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયુ

અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, તુવેરદાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી, ખરીદી અને ચુકવણી માટેના પોર્ટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયુ છે. આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળશે

લોકસભાની ચૂંટણી સંદર્ભે આગામી 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક મળવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રિ મંડળના સભ્યો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને લોકસભા ચૂંટણી માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર રહેશે.

Back to top button