ઈરાનના કરમાન શહેરમાં જોરદાર બ્લાસ્ટ, 103ના મૃત્યુ,170 ઘાયલ
- ઈરાનના કરમાન શહેરમાં એક કબ્રસ્તાન પાસે જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે. આ આંકડો હજુ વધી શકે છે. અગાઉ મૃત્યુઆંક 73 હતો. 170થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર
ઈરાન, 03 જાન્યુઆરી: ઈરાનના કરમાન શહેરમાં એક કબ્રસ્તાન પાસે જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 103 લોકોના મૃત્યુ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કમાન્ડર કાસિમ સુલેમાનીને આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો, ત્યાં બુધવારે ઈરાનમાં તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી. આ સમયે ત્યાં જોરદાર બે બ્લાસ્ટ થયા હતા. અહેવાલોમાં જણાવાયું છે કે કેરમાન શહેરમાં એક કબ્રસ્તાન પાસે થયેલા બે વિસ્ફોટોમાં 73 લોકો માર્યા ગયા હતા, જે આંકડો વધીને 103 એ પહોંચી ગયો છે.
બે બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 103 એ પહોંચ્યો
ઈરાનના સરકારી ટેલિવિઝનએ દક્ષિણ-પૂર્વીય શહેર કર્માનમાં ઉજવણી દરમિયાન પ્રથમ અને પછી બીજા વિસ્ફોટની જાણ કરી, જેમાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા. આ આંકડો વધીને 103 એ પહોંચી ગયો છે. રાજ્ય મીડિયાએ કર્માન પ્રાંતના સ્થાનિક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ આતંકવાદી હુમલાઓને કારણે થયા હતા.” આ પહેલા એક ન્યૂઝ ચેનલે અગાઉ કહ્યું હતું કે “કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય ડબ્બા ફાટ્યા”. સુલેમાનીના મૃત્યુની વર્ષગાંઠ નિમિત્તે એક સમારોહ માટે આ વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી. સુલેમાની, જેમણે બે દાયકાથી વધુ સમયથી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની વિદેશી ઓપરેશન શાખા કુડ્સ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું. જાન્યુઆરી 2020 માં ઇરાકમાં યુએસ એર સ્ટ્રાઇકમાં તેનું મૃત્યુ થયું હતું.
170 લોકો ઘાયલ થયાના સમાચાર
રાજ્ય ટીવીએ રેડ ક્રેસન્ટ બચાવ કાર્યકરોને સમારંભમાં ઘાયલ લોકોને સારવાર આપતા દર્શાવ્યા હતા, જ્યાં સોલેમાનીની મૃત્યુની વર્ષગાંઠ નિમિત્તે સેંકડો ઈરાનીઓ એકઠા થયા હતા. કેટલીક ઈરાની સમાચાર એજન્સીઓએ જણાવ્યું કે 173 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: જાપાન: 379 મુસાફરોથી સવાર વિમાન સળગી ઉઠ્યું, જૂઓ વીડિયો