કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન, અહીંથી ફોર્મ મેળવી શકાશે

Text To Speech
  • પરિભ્રમણ કાર્યક્રમમાં 14થી 35 વર્ષના યુવક-યવતીઓ ભાગ લઈ શકશે
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, 2024

ભુજ, 03 જાન્યુઆરી: સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૩-૨૪માં ભાગ લેવા બાબત સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના અનુ-સૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કચ્છ-ભુજ ખાતે કરવામાં આવનાર છે.

આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા યુવક-યુવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે નિયત નમૂનાના અરજી ફોર્મમાં પોતાની વિગતો ભરી તા.૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. ૪૧૧, ત્રીજો માળ, બહુમાળીભવન, ભુજ, કચ્છ ખાતે મોકલી આપવાની રહેશે.

આ ફોર્મ કચેરી ખાતેથી રજા સિવાયના દિવસો દરમ્યાન મેળવી લેવાનું રહેશે. અથવા કચેરીના બ્લોગ એડ્રેસ: https://dydokachchh.blogspot.com/ પરથી ડાઉનલોડ કરી અને સંપૂર્ણ વિગતો સાથે ભરીને કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે.

આ પણ વાંચો: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું સ્નેહમિલન 4 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે

Back to top button