ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

RBIએ મિનિમમ બેલેન્સ ચાર્જને લઈને મોટી રાહત આપી

Text To Speech
  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિયમો હેઠળ બેંકોએ ગ્રાહકોને તેમના ખાતા નિષ્ક્રિય કરવા અંગે SMS, પત્ર અથવા ઈમેલ દ્વારા જાણ કરવી પડશે

દિલ્હી, 03 જાન્યુઆરી: રિઝર્વિ બેંક ઓફ ઈન્ડિયાએ સામાન્ય લોકોના હિત માટે નવા નિયમો બનાવ્યા છે. હવે કોઈ પણ બેંક નિષ્ક્રિય ખાતાઓ પર દંડ લગાવી શકશે નહીં. એટલે કે જે ખાતામાં બે વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર કરવામાં નહીં આવ્યો હોય તેવા બેંક ખાતા પર બેંકો મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ લગાવી શકશે નહીં. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે જે ખાતા શિષ્યવૃત્તિના નાણાં મેળવવા કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બનાવેલા ખાતાઓને નિષ્ક્રિય કરી શકશે નહીં, પછી ભલે તેનો ઉપયોગ બે વર્ષથી વધુ સમયથી ન થયો હોય.

બેંકોએ ગ્રાહકોને જાણ કરવી પડશે

રિપોર્ટ અનુસાર, બેંકોને આપવામાં આવેલા નિર્દેશ નિષ્ક્રિય ખાતાઓ પર આરબીઆઈના નવા પરિપત્રનો એક ભાગ છે અને દાવો ન કરાયેલી બેંક થાપણોના સ્તરને ઘટાડવાના તેના પ્રયાસોનો પણ એક ભાગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. નવા નિયમો હેઠળ, બેંકોએ ગ્રાહકોને તેમના ખાતાને નિષ્ક્રિય કરવા વિશે SMS, પત્ર અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવી પડશે. જો નિષ્ક્રિય ખાતાના માલિક જવાબ ન આપે તો બેંકોને ખાતાધારક અથવા ખાતાધારકના નોમિનીનો પરિચય આપનાર વ્યક્તિનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું છે.

નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે કોઈ ફી નથી

નિયમો મુજબ, બેંકોને નિષ્ક્રિય ખાતા તરીકે નિયુક્ત કરાયેલા કોઈપણ ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા માટે દંડ વસૂલવાની મંજૂરી નથી. નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. આરબીઆઈના જણાવ્યા અનુસાર માર્ચ 2023ના અંત સુધીમાં દાવા વગરની થાપણો 28% વધીને રૂ. 42,272 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 32,934 કરોડ હતી.

  • થાપણ ખાતાઓમાં કોઈપણ બેલેન્સ કે જે 10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થયું હોય તેને બેંકો દ્વારા આરબીઆઈ દ્વારા સ્થાપિત ડિપોઝિટર્સ અને એજ્યુકેશન અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરવું જરૂરી છે.

આ પણ વાંચો: આજથી પેકિંગ ઉત્પાદનને લઈને નવો નિયમ લાગુ, ગ્રાહકોને થશે મોટો ફાયદો

Back to top button