આરેને બચાવવા આદિત્યની એન્ટ્રી, કહ્યું- “અમારો ગુસ્સો મુંબઈ પર ન કાઢો”
મુંબઈની આરે કોલોનીમાં છેલ્લા બે સપ્તાહથી મેટ્રો કાર શેડના બાંધકામ સામે આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયને રદ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ઘણા લોકો સૂત્રો અને વિરોધ સાથે આ આંદોલનમાં જોડાયા છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટી, શિવસેના અને કોંગ્રેસ પણ આ નિર્ણયના વિરોધમાં આંદોલનમાં જોડાયા છે. ત્યારે, હવે શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ આંદોલનમાં જોડાયા છે.
#WATCH | Mumbai: Protests underway in Aarey, Goregaon against metro car shed. pic.twitter.com/pl2yJDqIfn
— ANI (@ANI) July 10, 2022
Mumbai: Protests underway in Aarey, Goregaon against building of metro car shed in forest
Read @ANI Story | https://t.co/5E9GfteY9S#Mumbai #Protest #EknathShinde #metrocarshed pic.twitter.com/WGghgTOST4
— ANI Digital (@ani_digital) July 10, 2022
આદિત્ય ઠાકરેએ કહ્યું કે- “અમને ખબર નથી કે સરકાર બદલાતા જ આરેના જંગલને કાપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો. જ્યારે એકનાથ શિંદે અમારી સાથે હતા, ત્યારે તેઓ આરેના જંગલને બચાવવા માટે મહા વિકાસ આઘાડી સરકારના સમર્થનમાં હતા. જે ગુસ્સો સરકારને આપણા પર છે, જે ગુસ્સો છે તે મુંબઈ અને મુંબઈની જનતા પર કાઢો નહીં. મને ટકાવારી સમજાતી નથી. આરેના જંગલમાં 25-50% સુધી આવું કંઈ થયું નથી. તમે જાતે જઈને જોઈ શકો છો. માત્ર શિવસેના જ નહીં પરંતુ માનવતામાં માનતા તમામ લોકોએ જંગલને બચાવવા માટે રસ્તા પર આવવાની જરૂર છે.”
Mumbai | This is a fight for Mumbai, fight for life. We fought for forest&to protect our tribals. When we were here no trees were uprooted. Cars go for maintenance once every 3-4 months, not every night: Shiv Sena leader Aaditya Thackeray at Aarey protest site pic.twitter.com/aRIIRHh4oj
— ANI (@ANI) July 10, 2022
આરે પર આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
આદિત્ય ઠાકરેએ કહ્યું કે-“વિશ્વનું તાપમાન વધી રહ્યું છે, વરસાદ ઓછો અને વધુ થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ જંગલોનો વિનાશ છે. અમે વિકાસના વિરોધી નથી, પરંતુ આરેના જંગલનો નાશ કરીને વિકાસ થઈ શકે નહીં. હું મહા વિકાસ આઘાડી સરકારમાં પર્યાવરણ મંત્રી હતો. અમે આરેને જંગલ જાહેર કર્યું હતું. આજે આપણે મુંબઈ માટે લડી રહ્યા છીએ. અન્ય પક્ષો જેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આ આંદોલનમાં જોડાયા છે.”
આદિત્ય ઠાકરેએ કહ્યું કે-“અમે બધા મેટ્રો કાર શેડના નિર્માણની વિરુદ્ધ છીએ. મહા વિકાસ આઘાડીએ 800 એકરથી વધુ જમીનને જંગલ તરીકે જાહેર કરી હતી. અમારી સરકાર આવ્યા પછી, અમે મેટ્રો કાર શેડ અને મેટ્રો વિશે વધુ અભ્યાસ કર્યો અને પછી અમને ખબર પડી કે મેટ્રો કાર શેડ 3 કાંજુરમાં પણ બનાવી શકાય છે, તેથી આરેમાં મેટ્રો કાર શેડ બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો.”
શું છે આરે મેટ્રો કાર શેડ વિવાદ?
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રો માટે કાર શેડ બનાવવા માટે આરે કોલોનીમાંથી 2,700 થી વધુ વૃક્ષો કાપવાની તેની યોજના જાહેર કરી છે. 13,000 હેક્ટરમાં ફેલાયેલી આ વસાહતમાં 27 થી વધુ આદિવાસી ગામો છે અને તે વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓનું ઘર છે. સપ્ટેમ્બર 2019 માં, બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ અને રાજ્ય સરકારને મેટ્રો કાર શેડના નિર્માણ માટે આરે જંગલ વિસ્તારમાં કોઈપણ વૃક્ષો ન કાપવા માટે મૌખિક રીતે નિર્દેશ આપ્યો હતો, જેના માટે તેઓ સંમત થયા હતા.
ત્યારબાદ, ઓક્ટોબર 2019 માં, હાઇકોર્ટે મેટ્રો કાર શેડ માટે માર્ગ બનાવવા માટે મુંબઈની આરે કોલોનીમાં 2,500 થી વધુ વૃક્ષો કાપવાની દરખાસ્ત સામેની તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જો કે, શહેરમાં ભારે જનઆંદોલનને પગલે મહારાષ્ટ્ર સરકારે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ માટેના આદેશ પર રોક લગાવી દીધી હતી. 2020 માં, મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે આરેમાં સૂચિત મેટ્રો કાર શેડનો વિરોધ કરનારાઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચી લીધા છે. તે જ સમયે, હવે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે આરેમાં મેટ્રો કાર શેડ નહીં બનાવવાના અગાઉની સરકારના નિર્ણયને પલટાવ્યો છે. આ નિર્ણયથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે.