ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઇસ્લામ અપનાવવાનું પત્નીનું દબાણ સહન ન થતાં પતિનો આપઘાત

  • પત્ની યુવકને વારંવાર ઇસ્લામ અપનાવવાનું કરતી હતી દબાણ
  • યુવક ન માનતા પત્નીએ પતિ ઉપર જ બળાત્કારનો આરોપ મૂકી જેલ મોકલ્યો
  • યુવકે તેની પત્નીથી કંટાળીને કરી લીધો આપઘાત

કાનપુર, 03 જાન્યુઆરી: યુપીના કાનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે આત્મહત્યા કરી છે. આ પહેલાં તેણે વીડિયો બનાવીને તેની પત્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. યુવકે કહ્યું કે તેની પત્નીએ તેના પર બળજબરીથી ઇસ્લામ સ્વીકારવાનું દબાણ કરી રહી હતી, જ્યારે તે ઇસ્લામ ધર્મ સ્વીકારવા રાજી ન થયો તો તે તેને છોડી જતી રહી અને તેની સામે બળાત્કારનો કેસ દાખલ કરીને તેને જેલમાં મોકલી દીધો. આ પછી યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

મામલો જૂહી પોલીસ સ્ટેશન વિસ્તારના મિલિટરી કેમ્પ વિસ્તારનો છે, જ્યાં જૂહીનો રહેવાસી 23 વર્ષીય શુભમ વાલ્મિકી ડીજેનું કામ કરતો હતો. મંગળવારના રોજ શુભમે તેના રૂમમાં હૂક સાથે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનો પાસેથી માહિતી મેળવ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને જ્યારે મૃતકનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે તેમને આત્મહત્યા પહેલાનો એક વીડિયો મળ્યો હતો જેમાં તેણે તેની પત્નીને આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું.

પત્ની પર ગંભીર આરોપ

કહેવામાં આવી રહ્યું છે કે શુભમને લાંબા સમયથી એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. લગભગ ત્રણ વર્ષ પહેલા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. શુભમના પિતા પપ્પુ સાગરના જણાવ્યા અનુસાર શુભમની પત્ની સતત તેમના પુત્ર પર ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ કરતી હતી, પરંતુ શુભમ તેના માટે તૈયાર ન હતો. તેથી બંને વચ્ચેના વિવાદને કારણે પત્ની તેને છોડીને તેના પિયરમાં ચાલી ગઈ હતી. શુભમના સાસરિયા વાળા પણ તેના પર ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા હતા.

મૃતક શુભમના પિતાએ જણાવ્યું કે જ્યારે તેની પત્ની તેના પિયર ગઈ ત્યારે તેના પુત્ર પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ શુભમ ખૂબ જ પરેશાન હતો. સોમવારે તેણે ઘરના પહેલા માળે રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આપઘાત કરતા પહેલા બનાવેલો વીડિયો

 

આપઘાત કરતા પહેલા શુભમે બનાવેલા વીડિયોમાં તેણે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું, “પહેલા હું તને મારીને પછી હું મરત, પરંતુ હું બાળકોનો વિચાર કરીને તને છોડી રહ્યો છું. તેં મને ઇસ્લામ કબૂલ કરાવવા માગે છે, પરંતુ અમે તને ક્યારેય હિંદુ બનવાનું કહ્યું નથી. તેં બસ મારો ઉપયોગ કર્યો. મને બળાત્કાર કેસમાં ફસાવી અને જેલમાં મોકલીને મારું જીવન બરબાદ કર્યું. હવે મારી સમક્ષ આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નથી”. શુભમે તેની પત્નીના પરિવાર પર લાખો રૂપિયાની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

  • ડીસીપી દક્ષિણ રવિન્દ્ર કુમારે કહ્યું કે વીડિયોના આધારે પત્ની અને સાસરિયા પક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: MP: ટ્રક ડ્રાઈવર સાથે ખરાબ વર્તન કરનાર કલેક્ટર સામે કાર્યવાહી

Back to top button