ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

‘રામ આયેંગે’ ભજન સાંભળીને PM મોદી મંત્રમુગ્ધ બન્યા, શું છે એ ભજનની વિશેષતા?

નવી દિલ્હી, 03 જાન્યુઆરી: બિહારની ગાયિકા સ્વાતિ મિશ્રાનું ભજન, ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી’ હાલ દેશભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે. આ ભજન તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવી રહ્યું છે. આ ભજનની લોકપ્રિયતા એટલા હદે વધી છે કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતિ મિશ્રાના ભજનના વખાણ કર્યા છે. પીએમ મોદીએ તેમના એક્સ હેન્ડલ પર આ ભજન શૅર કરીને સ્વાતિની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ વીડિયો શૅર કર્યો અને લખ્યું કે શ્રી રામ લલાને આવકારવા માટે સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિ ભજન મંત્રમુગ્ધ કરનારું છું.

પીએમ મોદીએ ભજન શૅર કરવા કરી અપીલ

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ રામ ભજન વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે હેશટેગના ઉપયોગ સાથે શૅર કરવાની અપીલ કરી છે. PMએ તેમના મન કી બાત કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે, આપણે બધા સાથે મળીને ભગવાન રામ સાથે જોડાયેલી તમામ રચનાઓને એક કોમન હેશ ટેગ સાથે શૅર કરીએ. હું તમને બધાને #SHRIRAMBHAJAN સાથે ભજન, કવિતાઓ, ગદ્ય અને અન્ય રચનાઓ સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી કરું છું.  બીજી તરફ, દિવાળીથી લઈને અત્યાર સુધી આ ભજન પર ઘણી રીલ્સ બનાવવામાં આવી છે. માત્ર બાળકો, યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો પણ આ ભજનને ગાઈને ભક્તિના રંગમાં રંગાયા છે.

અહીં જૂઓ વીડિયો

કોણ છે સ્વાતિ મિશ્રા?

બિહારના છપરાથી માયાનગરી મુંબઈ સુધી સફર કરનાર સ્વાતિ મિશ્રા માત્ર રામ ભજનથી જ લોકોના દિલમાં રાજ નથી કર્યું. પહેલેથી તેમના એક ભજને કરોડો લોકોને પોતાના અવાજના દિવાન બનાવી દીધા હતા. રામ ભજન પહેલાં સ્વાતિના અનેક છઠ ગીતો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. સ્વાતિ છપરા શહેરને અડીને આવેલા મુફસિલ પોલીસ સ્ટેશન હેઠળના માલ ગામનાં રહેવાસી છે. અહીંથી તેમણે સંગીતની સફર શરૂ કરી હતી. હાલ તે મુંબઈમાં રહે છે. તેમણે છપરામાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને બનારસમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આ પછી તેઓ મુંબઈ ગયા અને ત્યાંથી આગળનો અભ્યાસ પૂરો કર્યો. સ્વાતિએ પોતાના અવાજથી ઘણા લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. એવામાં પીએમ મોદી પણ તેમના ભજનને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા શું-શું થશે?

Back to top button