TMC નેતા મહુઆ મોઇત્રા પર વકીલ અનંત દેહાદરાયે લગાવ્યો જાસૂસીનો આરોપ
નવી દિલ્હી, 03 જાન્યુઆરી: સંસદમાંથી હાંકી કાઢવામાં આવેલા TMCના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ગેરકાયદેસર જાસૂસી માટે CBIમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ જય અનંત દેહદરાઈએ આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઇત્રાએ પશ્ચિમ બંગાળ પોલીસમાં તેના સંપર્કોનો ઉપયોગ કરીને તેની જાસૂસી કરાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીબીઆઈ ડાયરેક્ટર પ્રવીણ સૂદને લખેલી ફરિયાદમાં અનંત દેહદરાઈએ કહ્યું છે કે TMCના પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા ફોન દ્વારા તેમના લોકેશનની માહિતી લઈ રહ્યા હતા.
#WATCH | Delhi: On his allegations against Mahua Moitra for conducting surveillance on him, Advocate Jai Anant Dehadrai says, “I have given my complaint to CBI. This is a very serious issue and there are people from Odisha who are financing and supporting those against whom I… pic.twitter.com/EcSjbYVzyl
— ANI (@ANI) January 3, 2024
મહુઆ મોઇત્રા પર લોકેશન ટ્રેક કરાવવાનો આરોપ
પત્રમાં દેહદરાઈએ લખ્યું છે કે મહુઆ મોઇત્રાએ બંગાળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના કનેક્શનનો ઉપયોગ કરીને તેની કોલ ડિટેલ્સ મેળવી હતી જેથી તે જાણી શકે કે તે કોને મળી રહ્યો છે અને વાત કરી રહ્યો છે. દેહદરાઈએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, ‘મહુઆ મોઇત્રા બંગાળ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની મદદથી મારી જાસૂસી કરાવી રહી છે. મને શંકા છે કે મારા ફોન નંબર દ્વારા મારું લોકેશન ટ્રૅક કરવામાં આવી રહ્યું છે. મહુઆ પહેલા પણ આવું કરી ચૂકી છે.
‘તે સુહાન મુખર્જીની પણ જાસૂસી કરતી હતી’
દેહાદરાઈએ મહુઆ પર 2019થી સુહાન મુખર્જી નામની વ્યક્તિની જાસૂસી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેણે પત્રમાં લખ્યું છે કે, ‘મહુઆ 2019માં સુહાન મુખર્જી નામના શખ્સનું લોકેશન ટ્રેક કરાવતી હતી. ટીએમસીના પૂર્વ સાંસદે ખુદ મને આ અંગે જાણ કરી હતી. ત્યારે મહુઆ સુહાન સાથે રિલેશનશિપમાં હતી. તેને શંકા હતી કે સુહાનનું એક જર્મન મહિલા સાથે અફેર છે. તેથી જ મહુઆ તેની કોલ ડિટેઈલ મેળવતી હતી. સુહાન કોની સાથે વાત કરે છે, ક્યાં જાય છે, મહુઆ બધું જ જાણતી હતી.
મહુઆને સંસદમાંથી હાંકી કાઢવામાં આવી
નોંધનીય છે કે, સંસદમાં સવાલ પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપમાં મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ કરવામાં આવી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પૈસા લઈને લોકસભામાં સવાલ પૂછે છે. સંસદની એથિક્સ કમિટીના રિપોર્ટમાં મહુઆને દોષી ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ 8 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં તેમની હકાલપટ્ટીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહુઆ મોઇત્રાએ સંસદની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો